મહિલા સાથેની રંગરેલિયાની તસવીર વાયરલ થતા બદનામીના ડરે રાજભારતી બાપુએ આપઘાત કર્યો

Rajbharti Bapu Suicide : બદનામીના ડરથી જૂનાગઢના ખેતલિયા દાદા આશ્રમના મહંતનો આપઘાત.... મહિલા સાથેની વાતચીતનો ઓડિયો અને નશીલા પદાર્થના સેવનનો વીડિયો થયો હતો વાયરલ.... 
 

મહિલા સાથેની રંગરેલિયાની તસવીર વાયરલ થતા બદનામીના ડરે રાજભારતી બાપુએ આપઘાત કર્યો

Junagadh Crime ભાવીન ત્રિવેદી/જૂનાગઢ : ખેતલીયા દાદા આશ્રમના સાધુએ આપઘાત કરી લીધો હતો. આશ્રમના રાજભારતી બાપુની મહિલા સાથે અનૈતિક સંબંધો હોવાની ક્લીપ વાયરલ થઈ હતી. ત્યારે બદનામીના ડરથી રાજભારતી બાપુએ આપઘાત કરી લીધો. રાજભારતી બાપુ સામે આક્ષેપનો પત્ર પણ વાયરલ થયો હતો. સાધુ સામે પત્રમાં અનેક ચોંકાવનારા આક્ષેપો કરાયા હતા. જેમાં સાધુ વિધર્મી હોવાનો પણ પત્રમાં દાવો કરાયો હતો. ત્યારે બદનામી થશે તો શુ થશે એ ડરે રાજભારતી બાપુએ આપઘાત કર્યો. 

મહત્વનું છે કે જૂનાગઢમાં આવેલા ઝાંઝરડાના ખેતલીયાદાદા આશ્રમના મહંત રાજભારતી બાપુએ આપઘાત કરીને જીવન ટુંકાવી લીધુ છે. રાજભારતી બાપુના અનેક મહિલા સાથે અનૈતિક સંબંધ હોવાના આરોપ લાગ્યા છે. જેમાં મહિલાઓ સાથે પ્રેમાલાપ કરતા હોય તેવી અનેક ક્લીપો પણ વાયરલ થઈ છે. સાથે જ ખેતલીયાદાદા આશ્રમના નામે એક લેટર પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આપઘાત કરનાર સાધુ સામે અનેક આક્ષેપ કરાયા છે. જેમાં એમ પણ કહેવાયુ છે કે આપઘાત કરનાર સાધુ વિધર્મી છે અને ધર્મ પરિવર્તન કરીને સાધુ બન્યો છે. એટલું જ નહીં સાધુએ સાધુતાને કલંક લગાવી અનેક ભોળી મહિલાઓને ફસાવી તેમની સાથે અનૈતિક સંબંધો રાખ્યા હોવાનો દાવો કરાયો છે. 

rajbharti_bapu_zee2.jpg

તો બીજી તરફ, રાજભારતીની જે તસવીરો વાયરલ થઈ છે તે ચોંકાવનારી છે. જેમાં તેઓ સિગારેટ પીતા, દારૂ પીતા નજરે આવી રહ્યાં છે. જેને કારણે રાજભારતી બાપુને બદનામ થવાનો ડર થયો હશે.

પત્રમાં ચોંકાવનારા આક્ષેપો પણ લગાવવામાં આવ્યા
ઓડિયો ક્લીપ સાથે જે પત્ર વાયરલ કરવામાં આવ્યો છે તેમાં રાજભારતી બાપુ પર અનેક આરોપો મૂકવામાં આવ્યા છે. આ પત્રમાં રાજભારતી બાપુનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં ચોંકાવનારા આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે. સાધુ વિધર્મી હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે રાજભારી બાપુને અનેક મહિલાઓ સાથે ગેર સબંધ હોવાનો ઉલ્લેખ પત્રમાં કરેલ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news