SCO Summit સમરકંદમાં શરૂ થઈ, PM મોદીની રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે થશે મુલાકાત

SCO Summit 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ, ઉઝ્બેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્જિયોયેવ, અને અન્ય નેતાઓએ સમરકંદમાં શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં એક સામૂહિક તસવીર માટે પોઝ આપ્યો. 

SCO Summit સમરકંદમાં શરૂ થઈ, PM મોદીની રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે થશે મુલાકાત

SCO Summit 2022: ઉઝ્બેકિસ્તાનના સમરકંદમાં એસસીઓ સમીટ શરૂ થઈ ગઈ છે. પીએમ નરેન્દ્ર મોદી એસસીઓ સમીટમાં ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ, ઉઝ્બેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્જિયોયેવ, અને અન્ય નેતાઓએ સમરકંદમાં શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં એક સામૂહિક તસવીર માટે પોઝ આપ્યો. 

પીએમ મોદી પુતિનને મળશે
સમરકંદમાં શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલન 2022 દરમિયાન પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે પણ મુલાકાત કરશે. પીએમ મોદી અને વ્લાદિમિર પુતિનની દ્વિપક્ષીય મંત્રણા થશે. આ ઉપરાંત પીએમ મોદી ઈરાન અને ઉઝ્બેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે પણ દ્વિપક્ષીય મંત્રણા કરશે. 

— ANI (@ANI) September 16, 2022

SCO સમિટ 2022નું શેડ્યૂલ

- બપોરે 12.10 વાગે જોઈન્ટ ફોટોસેશન
- બપોરે 12.15 વાગ્યાથી પોણા બે વાગ્યા સુધી સમરકંદ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર થશે. 
-  બપોરે પોણા ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં ઉઝ્બેકિસ્તાનના રાષ્ટ્રપતિ તરફથી પીએમ મોદી અધિકૃત બેંક્વેટમાં ભાગ લેશે. 
- સાંજે 4.10 થી લઈને 4.45 સુધી સમરકંદ રેજેન્સી હોટલમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે પીએમ મોદીની દ્વિપક્ષીય બેઠક થશે. 
- સાંજે 4.50થી 5.20 સુધી ઉઝ્બેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક થશે. તે કોંગ્રેસ સેન્ટરમાં આયોજિત થશે. 
- સાડા પાંચથી 6 વાગ્યા સુધી ઈરાનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક થશે. 
- સાંજે 7.20 વાગે પીએમ મોદી દિલ્હી માટે રવાના થશે. રાતે સવા દસ વાગ્યા સુધીમાં દિલ્હી પહોંચશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news