Junagadh: ધો.૧૦નું પરિણામ તાલુકા કક્ષાની શાળાઓએથી વિતરણ કરાશે

આ તાલુકા વિતરણ કેન્દ્ર પરથી ફક્ત શાળાના આચાર્ય/શિક્ષકો/કલાર્કને તેની શાળાનો અધિકાર પત્ર આપવાથી પોતાની શાળાનું પરિણામ મેળવી શકશે.

Junagadh: ધો.૧૦નું પરિણામ તાલુકા કક્ષાની શાળાઓએથી વિતરણ કરાશે

જુનાગઢ: ધો.૧૦ની પરીક્ષાના પરિણામનું વિતરણ તાલુકા કક્ષાએ રાખવામાં આવ્યું છે. આથી જિલ્લાની માધ્યમિક શાળા જેવી કે, વિનય મંદિર-ભેંસાણ, સરકારી હાઇસ્કુલ-વિસાવદર, જી.પી.હાઇસ્કુલ-મેંદરડા, કે.કા.શાસ્ત્રી વિદ્યાલય-માંગરોળ, સરકારી હાઇસ્કુલ-કેશોદ, વિવેકાનંદ હાઇસ્કુલ-વંથલી, સરકારી હાઇસ્કુલ-માણાવદર અને જૂનાગઢ શહેર/ગ્રામ માટે સરકારી ગલર્સ હાઇસ્કુલ આઝાદ ચોક જૂનાગઢ ખાતેથી પરીણામનું વિતરણ કરવામાં આવશે.

જિલ્લાની તમામ શાળાઓએ તેમના વિતરણ કેન્દ્રો ખાતેથી તા.૨૪ જુલાઇ-૨૦૨૧ને શનિવારના રોજ સવારે ૯ થી ૧૧ કલાક દરમિયાન મેળવી લેવા જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે.

આ તાલુકા વિતરણ કેન્દ્ર પરથી ફક્ત શાળાના આચાર્ય/શિક્ષકો/કલાર્કને તેની શાળાનો અધિકાર પત્ર આપવાથી પોતાની શાળાનું પરિણામ મેળવી શકશે. આ પરિણામ મેળવ્યા બાદ શાળાઓએ વેરીફાય કરી પોતાના વિદ્યાર્થીઓને તાજેતરની પરિસ્થિતીને અનુરૂપ કોરોના બાબતે સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇનનું ચુસ્ત રીતે પાલન કરીને વિદ્યાર્થીઓને આ ગુણપત્ર વિતરણ કરવાનું રહેશે.      

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news