આ સ્થળ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી માટે બેસ્ટ, વિદેશી પક્ષીઓનો છે મેળાવડો

આ વર્ષે અહી કોરમોરન્ટ,નાની ડુબકી, ખીજડીયાની શાન એવા મોટી ડુબકી અને બ્લેક નેકડ સ્ટોર્ક સહિતના પક્ષીઓ આવ્યા છે. 

આ સ્થળ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી માટે બેસ્ટ, વિદેશી પક્ષીઓનો છે મેળાવડો

મુસ્તાક દસ/જામનગર: ગુજરાતમાં અતિ મહત્વના પક્ષી અભ્યારણ ગણાતા એવા જામનગર નજીક આવેલા ખીજડીયા પક્ષી અભ્યારણમાં આવેલું છે. ખાસ શિયાળાની ઋુતુના પ્રારંભથી જ અહીં હજારો કિલોમીટર દૂરનું અંતર કાપી યુરોપ સહિતના વિદેશોમાંથી હજારોની સંખ્યામાં માઇગ્રેટરી પક્ષીઓ ખીજડીયા પક્ષી અભ્યારણ ખાતે આવે છે. ત્યારે આવા જ રમણીય પક્ષી અભ્યારણને વનવિભાગ દ્વારા ખિજડીયા બર્ડ સેન્ચયુરી ખાતે પ્રાકૃતિક પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 

ખીજડિયા પક્ષી અભ્યારણમાં જામ્યો પંખીઓનો મેળાવડો
જામનગર રાજકોટ હાઇવે પર જામનગર થી 12 કિ.મી.ના અંતરે આવેલ અને 6 ચોરસ કિ.મી.ના વિસ્તારમાં 2 વિભાગમાં ફેલાયેલા મરીન વિભાગ હસ્તકના વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં શિયાળો ગાળવા અસંખ્ય દેશ-વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે. તો અનેક પક્ષીઓએ પોતાના માળા બનાવી શિયાળા દરમિયાન અહિ વસવાટ કરે છે. આ પક્ષી અભ્યારણ્યમાં 3૦૦ જેટલી પ્રજાતિના ખારા-મીઠા પાણીના પક્ષીઓ તથા ફોરેસ્ટ બર્ડ નોંધાયા છે. આ વર્ષ જામનગરમાં વરસાદ નહિવત હોવા છતા પાર્ટ-1માં પાણી હોવાથી દેશ-વિદેશના પક્ષીઓ આ પક્ષી અભ્યારણ્યમાં મોટી સંખ્યામાં મુકામ કરી રહ્યા છે, જે પક્ષીપ્રેમીઓ માટે આનંદની વાત કહી શકાય.

Jamnagar-Birds.

હજારો પંખીઓના કલરવથી ગુંજી ઉઠ્યું ખીજડીયા અભ્યારણ
આ વર્ષે અહી કોરમોરન્ટ,નાની ડુબકી, ખીજડીયાની શાન એવા મોટી ડુબકી અને બ્લેક નેકડ સ્ટોર્ક સહિતના અનેક પક્ષીઓના માળા મોટા પ્રમાણમાં થયેલા હતા અને હાલમાં તમામ પક્ષીઓ બચ્ચા સાથે જોવા મળી રહ્યા છે. ખીજડીયા પક્ષી અભ્યારણ્યના પાર્ટ-2માં વાહન લઈને પક્ષી દર્શન માટે જઈ શકાય છે. જ્યારે પાર્ટ-1 પક્ષીઓના માળા અને રહેઠાણ થતા હોય પાર્ટ-1માં વાહનો પર પ્રતિબંધ છે. આ પક્ષી અભ્યારણ્યનો મોટી સંખ્યામાં લોકો અને પક્ષી પ્રેમીઓ તથા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરો લાભ લઈ ચૂક્યા છે અને હજુ શિયાળાની ઋતુમાં દેશ-વિદેશના અને સ્થાનિક લોકો લાભ લઈ શકશે.

દેશ વિદેશથી હજારોની સંખ્યામાં પક્ષીઓ આવી પહોંચ્યા
આ વર્ષે ખાસ કરીને પેલિકન તથા વૈયા ખૂબ મોટી સંખ્યામાં આવેલ છે. આવનારી પેઢીને પક્ષીઓ અને પર્યાવરણ જેવા અનેક જરૂરી વિષયોની જાણકારી મળી રહે તેવા હેતુસર મરીન વિભાગ દ્વારા ખીજડીયા પક્ષી અભ્યારણ્ય ખાતે શાળા-કોલેજના બાળકો માટે પ્રાકૃતિક- પ્રશિક્ષણ શિબિરોનું આયોજન કરવામાં આવે છે,જેમાં ગુજરાતભરની શાળા- કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લે છે અને દર વર્ષે 50 બેચ આ શિબિરમાં જોડાય છે. આ વર્ષે પણ આવી શિબિરનો પ્રારંભ કરવામાં આવેલ છે. શિબિરોમાં આવતા બાળકોને રહેવા માટે 4 અદ્યતન ડોમ, ઇન્ટરપ્રિટેશન સેન્ટર,જમવા તથા પક્ષી અને પર્યાવરણની જાણકારી માટે ગાઈડની સંપૂર્ણ વ્યવસ્થા છે.

Khijadiya-Paxi 

એક ભાગમાં પાણી ન હોવાના કારણે પક્ષીઓની સંખ્યામાં ઘટાડો
જોકે અહીં પ્રશ્ન ઉભો એ થાય છે કે હાલ તો દર વર્ષે ખિજડીયા બર્ડ સેન્ચયુરીમાં ઓક્ટોબરથી લઈને ફેબ્રુઆરી સુધી પક્ષી અભ્યારણ માં પક્ષીઓનો મેળાવડો જામે છે....પરંતુ આ વખતે જામનગરમાં વરસાદની અછત જેમ ખેડૂતોને હેરાન કરી રહી છે તેમ આગામી દિવસોમાં હવે ખિજડીયા બર્ડ સેન્ચયુરીમાં માત્ર એકથી બે મહિના ચાલે તેટલું જ પાણી હોવાના કારણે ક્યાંક આ પરિસ્થિતિ પક્ષીઓમાં પણ સર્જાય તો નવાઈ નહીં. આથી તંત્રએ વહેલી તકે જાગૃત થઇને ખિજડીયા બર્ડ સેન્ચયુરીમાં પાણીની વ્યવસ્થા કરવી પડશે નહીંતર અહીંથી પણ પક્ષીઓ રહેલા સ્થળાંતર કરશે તેવી પરિસ્થિતિ સર્જાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news