સોનરખ નદી પર આવેલા દામોદર કુંડનું છે અનોખું મહત્વ, આ કુંડમાં સ્નાન કરવાથી મળે છે પાપોમાંથી મુક્તિ

અહીં ભગવાન રાધા દામોદરજી (Radha Damodar) સાથે રેવતી બલદેવજી પણ બિરાજે છે અને ભારતના પ્રાચિનતમ તિર્થો પૈકીનું એક તિર્થસ્થાન છે.

સોનરખ નદી પર આવેલા દામોદર કુંડનું છે અનોખું મહત્વ, આ કુંડમાં સ્નાન કરવાથી મળે છે પાપોમાંથી મુક્તિ

સાગર ઠાકર, જુનાગઢ: શ્રી રાધા દામોદરજી મંદિર (Shri Radha Damodar Temple) પૌરાણિક મંદિર છે, જેનો પુરાણોમા પણ ઉલ્લેખ જોવા મળે છે, હાલના ગિરનાર (Girnar) ક્ષેત્રનો પુરાણોમાં વસ્ત્રાપથ ક્ષેત્ર તરીકે ઉલ્લેખ છે. અહીં ભગવાન રાધા દામોદરજી (Radha Damodar) સાથે રેવતી બલદેવજી પણ બિરાજે છે અને ભારતના પ્રાચિનતમ તિર્થો પૈકીનું એક તિર્થસ્થાન છે. હાલનું શ્રીરાધા દામોદરજી મંદિર ભગવાન શ્રીકૃષ્ણ (Shrikrishna) ના વંશજ રાજા વજ્રનાભે બંધાવ્યું હતું અને ત્યારબાદ સ્કંદગુપ્ત દ્વારા તેનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. 

મંદિરમાં 84 સ્તંભો છે અને ત્રણ મજલાનું છે. મંદિરમાં ભગવાન રાધા દામોદરજી  (Shri Radha Damodar Temple) ની ચતુર્ભુજ સ્વરૂપે તામ્રવર્ણની પ્રતિમા છે, હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ સાથેની પ્રતિમા છે. દામોદરજી સાથે કલ્યાણરાયજી અને બલદેવજીની સાથે પુરૂષોત્તમરાયજીની પ્રતિમા આવેલી છે, શ્રી રાધા દામોદરજીનું મંદિર બે ભાગમાં છે, મુખ્ય નિજ મંદિરનું શિખર 65 ફુટ અને મંડપની ઉંચાઈ 50 ફુટ છે. જ્યારે બલદેવજી મંદિરની ઉંચાઈ 35 ફુટ અને સભામંડપની ઉંચાઈ 16 ફુટ છે.
No description available.
વિરાટ સાથે કોરોન્ટાઇન સમય વિતાવી રહી છે અનુષ્કા, શેર કર્યો સુંદર વીડિયો

દામોદર કુંડ (Damodar Kund) અને દામોદરજી મંદિરનું જેટલું પૌરાણિક મહત્વ છે તેટલું જ આધ્યાત્મિક મહત્વ પણ છે. ભાવિકો અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે અને ભગવાન રાધાદામોદરજી રેવતીબલદેવજી સૌના મનોરથ પૂર્ણ કરે છે. પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરવાનું પણ મહત્વ છે, જે રીતે ગંગા અને યમુના સ્નાનનુ મહત્વ છે તે જ રીતે દામોદરકુંડમાં સ્નાન કરવાથી પાપ મુક્ત થઈ લોકો પુણ્યની પ્રાપ્તિ કરે છે.

ભક્ત કવિ નરસિંહ મહેતા (Narsinh Mehta) પણ દરરોજ દામોદર કુંડમાં સ્નાન કરવા આવતાં અને અહીં ભજનો ગાતાં, ગીરી તળેટીને કુંડ દામોદર ત્યાં મહેતાજી ન્હાવા જાય... જેવા પદો આપણે સાંભળતા આવ્યા છે તે જ આ પવિત્ર દામોદર કુંડ અને દામોદરજી મંદિર જૂનાગઢ (Junagadh) ની પૌરાણિક ધરોહર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news