Gujarat Harappan Site : સોનાની શોધમાં નીકળ્યા હતા ગુજરાતના આ ગામના લોકો, તેના કરતા પણ કિંમતી અને પ્રાચીન ખજાનો મળ્યો

Kutch Harappan Site : કચ્છના એક ગામમાં જે મળ્યું તે જોઈને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા... જે અવશેષો મળ્યા હતા તે હડપ્પા સભ્યતાની જેમ દેખાઈ રહ્યા હતા

Gujarat Harappan Site : સોનાની શોધમાં નીકળ્યા હતા ગુજરાતના આ ગામના લોકો, તેના કરતા પણ કિંમતી અને પ્રાચીન ખજાનો મળ્યો

Gujarat Harappan Settlement : કચ્છના એક ગામમાં કેટલાક લોકો સોનાની શોધમાં ગયા હતા. ત્યાં તેઓ એક જગ્યા પર સોનું શોધી રહ્યા હતા, ત્યારે તેમને હડપ્પા સભ્યતાના બેશકિંમતી અવશેષ મળ્યા. તેઓએ આ વાત પુરાતત્ત્વવિદોને જણાવી તો તેઓ પણ દંગ રહી ગયા. પરંતુ અહીથી સપનામાં પણ ન વિચારી શકાય તેવો પ્રાચીન ખજાનો મળી આવ્યો છે. 

ગુજરાતનો કચ્છ જિલ્લો વિવિધતાઓથી ભરેલો છે. અહી હજારો વર્ષ જૂની સભ્યતાના અવશેષ મળી ચૂક્યા છે. હવે હજારો વર્ષ જૂના હરપ્પન સભ્યતાના મળેલા અવશેષોએ સૌને ચોંકાવી દીધા છે. 

હડપ્પા કાળના ધોળાવીરા વિશ્વ હેરિટેજ સાઈટથી 50 કિલોમીટર દૂર લોદ્રાણી ગામના લોકોને માલૂમ પડ્યું કે, અહી સોનું છુપાયેલું છે. એ આશામાં પાંચ વર્ષ પહેલા ગામના કેટલાક લોકો સોનું શોધવા નીકળી પડ્યા. તેઓએ ખોદકામ કર્યું. તે સમયે ત્યાં સોનું તો ન મળ્યું, પરંતુ હડપ્પા સભ્યતાની એક કિલ્લેબંધ વસ્તી મળી આવી. 

ગામડાના લોકોએ ધોળાવીરા હડપ્પન સાઈડના જુના ગાઈડ જેમલ મકવાણાને આ વિશે માહિતી આપી. તેઓ પણ આ જોઈ દંગ રહી ગયા. કારણ કે, જે અવશેષો મળ્યા હતા તે હડપ્પા સભ્યતાની જેમ દેખાઈ રહ્યા હતા. 

ઓક્સફોર્ડ સ્કૂલમાંથી આવ્યા હતા શોધકર્તા
જેમલ મકવાણાએ તાત્કાલિક આ વિશે એએસઆઈના પૂર્વ એડીજી અને પુરાતત્વવિદ અજય યાદવને જણાવ્યું, જે હાલ ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ આર્કિયોલોજીના રિસર્ચ સ્કોલર છે. તેમનો સંપર્ક કર્યો. અજય યાદવ અને પ્રોફેસર ડેમિયન રોબિન્સન બંને ગુજરાતના કચ્છ જિલ્લામાં પહોંચ્યા. તેઓએ પુરાતત્વ સાઈટની માહિતી મેળવી. 

બંનેએ જોયું કે, આ પ્રાચીન સાઈટની બનાવટ ધોળાવીરા સાઈટને મળતી આવે છે. જગ્યા પરના પથ્થરો હટાવીને જોયું તો અનેક અવશેષો મળ્યા. જે હડપ્પા યુગના હતા. અજય યાદવે જણાવ્યું કે, આ જગ્યાને મોટા પત્થરોનો ઢગલો સમજીને ગામ લોકોએ તેને નજરઅંદાજ કર્યા હતા. 

ગામલોકોને લાગતુ હતું કે, અહી એક મધ્યકાલીન કિલ્લો હતો, જેનો ખજાનો અહી છુપાયેલો હોઈ શકે છે. પરંતુ અમે શોધ કરીતો હડપ્પા કાળની વસ્તી મળી આવી. અહી અંદાજે 4500 વર્ષ પહેલા એક પ્રાચીન સભ્યતાનું શહેર હતું. આ જગ્યાની શોધ જાન્યુઆરી મહિનામાં કરાઈ, જેનું નામ મોરોધારો છે. ગુજરાતીમાં તેનો અર્થ મીઠું એટલે કે પીવાનું યોગ્ય પાણી એમ થાય છે. 

આ શોધમાં હડપ્પા કાળના અનેક વાસણો મળી આવ્યા છે, જે ધોળાવીરામાં મળી આવેલા અવશેષોને મળતા આવે છે. આ સાઈટ હડપ્પા કાળના (2600 - 1900 ઈસ પૂર્વ) ના બાદનો કાળ એટલે કે 1900-1300 ઈસા પૂર્વની લાગે છે. 

અહી કોઈ માનવ વસાહત હતી
બંને પુરાતત્ત્વવિદોનું કહેવુ છે કે, વિસ્તૃત તપાસ અને ખોદકામથી વધુ માહિતી મળી છે. આ હેરિટેજ સાઈટને લઈને અમારી મહત્વની શોધ છે. મોરોધારો અને ધોળાવીરા બંને સમુદ્ર પર નિર્ભર છે. કારણ કે, આ સાઈટ રણથી બહુ જ નજીક છે. હજારો વર્ષો પહેલા આ જગ્યા સમુદ્રને કારણે દફન થઈ ગઈ હતી. બાદમાં તે રણ બની ગયુ હતું. 

ધોળાવીરાના અવશેષ જ્યારે મળ્યા ત્યારે 1967-68 માં પુરાતત્વવિદ જેપી જોશીએ ધોળાવીરાની 80 કિલોમીટર દૂરના દાયરા સુધી સર્વેક્ષણ કર્યુ હતું. તેઓએ આસપાસ અન્ય એક હડપ્પા સાઈટ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ ત્યારે કોઈ પુરાવા મળ્યા ન હતા. 

તેના બાદ 1989 અને 2005 ની વચ્ચે ધોળાવીરાના ઉત્ખનન દરમિયાન પુરાત્તત્વ એક્સપર્ટસે આસપાસના વિસ્તારની મુલાકાત કરી હતી. પરંતુ ત્યારે પણ કંઈ હાથ લાગ્યુ ન હતું. હેવ જ્યારે ગામ લોકોએ ખજાનાની શોધ શરૂ કરી તો એક બેશકિંમતી હડપ્પા યુગના અવશેષ મળી આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news