Kutch: સરહદી જિલ્લાને પાણીનાં નામે 100 કરોડ ફાળવીને મજાક કરવામાં આવી: કિસાનસંઘ

સરહદી જિલ્લા કચ્છમાં ઘણા સમયથી ખેડૂતોના નર્મદાના વધારાના પાણીના પ્રશ્નના નિરાકરણ ન આવતા તથા અંદાજપત્રમાં નર્મદાના વધારાના પાણી માટે ફાળવાયેલી મામૂલી રકમ સાથે ફરી કચ્છ સાથે અન્યાય થતા ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્ય પ્રધાનને કલેકટર મારફતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જો તાત્કાલિક કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
Kutch: સરહદી જિલ્લાને પાણીનાં નામે 100 કરોડ ફાળવીને મજાક કરવામાં આવી: કિસાનસંઘ

ભુજ: સરહદી જિલ્લા કચ્છમાં ઘણા સમયથી ખેડૂતોના નર્મદાના વધારાના પાણીના પ્રશ્નના નિરાકરણ ન આવતા તથા અંદાજપત્રમાં નર્મદાના વધારાના પાણી માટે ફાળવાયેલી મામૂલી રકમ સાથે ફરી કચ્છ સાથે અન્યાય થતા ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્ય પ્રધાનને કલેકટર મારફતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જો તાત્કાલિક કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

વહીવટી કામો ને 15 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં મંજૂરી અપાઈ નથી. નર્મદાનું નીર કિસાનો માટે આશીર્વાદરૂપ છે. ભુજ તાલુકાના કિસાનોને નર્મદાના વધારાના પાણી માટેના પ્રશ્નો ઘણા વર્ષોથી સતાવી રહ્યા છે. આ બાબતે જે તે કક્ષાએ અનેકવાર રજૂઆત કરાઇ હોવા છતાં પણ યોગ્ય ઉકેલ આવતો નથી. કચ્છ માટે નર્મદાના નીર જીવાદોરી સમાન છે. કચ્છમાં વરસાદની અછત હોય છે ત્યારે કચ્છના મોટાભાગના કિસાનોનો ખેતીનો મૂળભૂત આધાર નર્મદાનું પાણી છે.

કચ્છને નર્મદાના વધારાના પાણી માટે માત્ર 100 કરોડ ફાળવીને સરહદી જિલ્લા કચ્છ સાથે અન્યાય કરવામાં આવ્યો હતો, પણ વધારાના પાણી માટે અનેક વાર થયેલી રજુઆતોને જાણે સરકાર મજાક સમજી રહી હોય તેવું લાગી રહ્યું છે. કચ્છના કિસાનોની નર્મદાના વધારાના પાણી માટેની માંગ 5000 કરોડની છે તેમજ નિયમિત પાણીના કામો તાત્કાલિક પૂરા કરવામાં આવે તથા દુધઈ કેનાલના અધૂરા કામ પાઈપ ના બદલે કેનાલ દ્વારા કરવામાં તેવી માંગ કરાઈ હતી.

નર્મદાના વધારાના પાણી માટે અનેક રજૂઆતો કરી ને થાકી ચૂકેલા કિસાનોએ જો વહીવટી તંત્ર દ્વારા 31મી માર્ચ પહેલા કામોને મંજૂરી અને વધારાના પાણી માટે પાંચ હજાર કરોડની ફાળવણી નહિ થાય તો રસ્તા રોકો સહિતના આંદોલનનો કરવાની ચીમકી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news