AHMEDABAD: પહેલાથી માંદો પડેલો ટ્રાવેલ્સ ઉદ્યોગ થોડી થોડી વારે થતા લોકડાઉનથી પરેશાન

રાત્રે 10 વાગ્યા બાદ બસોને શહેરમાં પ્રવેશ ન મળવાને કારણે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર્સની ચિંતા વધી છે. શ્રીનાથ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ઓપરેશન મેનેજર ચિરાગ રાવલે સરકારના નિર્ણયને આવકાર્યો તો છે પરંતુ તેમને ખાસ સુવિધા મળે તે અંગે માંગ કરી છે. જો કે સરકારને અપીલ કરી કે પ્લેન અને ટ્રેનની જેમ તમામ બસ ઓપરેટર્સને પણ સગવડ મળે એ જરૂરી છે. રાત્રે 10 વાગ્યા બાદ 500 જેટલી બસોનું અમદાવાદમાં આવાગમન થતું હોય છે ત્યારે તમામ પેસેન્જરોની મુશ્કેલી વધશે. 
AHMEDABAD: પહેલાથી માંદો પડેલો ટ્રાવેલ્સ ઉદ્યોગ થોડી થોડી વારે થતા લોકડાઉનથી પરેશાન

અતુલ તિવારી/અમદાવાદ : રાત્રે 10 વાગ્યા બાદ બસોને શહેરમાં પ્રવેશ ન મળવાને કારણે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર્સની ચિંતા વધી છે. શ્રીનાથ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ઓપરેશન મેનેજર ચિરાગ રાવલે સરકારના નિર્ણયને આવકાર્યો તો છે પરંતુ તેમને ખાસ સુવિધા મળે તે અંગે માંગ કરી છે. જો કે સરકારને અપીલ કરી કે પ્લેન અને ટ્રેનની જેમ તમામ બસ ઓપરેટર્સને પણ સગવડ મળે એ જરૂરી છે. રાત્રે 10 વાગ્યા બાદ 500 જેટલી બસોનું અમદાવાદમાં આવાગમન થતું હોય છે ત્યારે તમામ પેસેન્જરોની મુશ્કેલી વધશે. 

થોડા દિવસમાં હોળી અને ધુળેટી આવી રહી છે ત્યારે સરકારના નિર્ણયથી મુસાફરો મુસાફરી ટાળશે તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જે લોકોએ એડવાન્સ બુકીંગ કરાવ્યા હતા તેઓ હવે બુકીંગ કેન્સલ કરાવી રહ્યા હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે. મુસાફરોમાં કોરોનાનો ડર વધશે જેથી તેની સીધી અસર આવક પર પડશે. પહેલાથી જ મુશ્કેલીનો સામનો કરી રહેલા ટ્રાવેલ્સનાં ઉદ્યોગને હોળીનાં સમયે વ્યાપારની વધારે એક તક છુટે તેવી શક્યતા છે. તેથી ટ્રાવેલ્સને છુટછાટ આપવામાં આવે તેવી શક્યતા છે. 

રાજસ્થાન, એમપીમાં પરીક્ષાઓ માટે પણ હાલ બુકીંગ થઈ રહ્યા હતા તેના પર અસર પડશે. રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જવા કોરોના ટેસ્ટ ફરજીયાત થયો ત્યારથી જ લોકો હેરાન થતા હતા. હાલ સમય 12 વાગ્યા સુધીનો હતો તેના કારણે સમસ્યા ઘટી હતી પણ હવે ફરી શહેરના બોર્ડર પર મુસાફરોને ઉતરવા પડશે જેથી સમસ્યાઓ વધશે. અત્રે ઉલ્લેખનીય છે કે, એસટી તંત્ર દ્વારા પણ રાત્રે 10 વાગ્યા બાદ મહાનગરોમાં નહી પ્રવેશવાનો નિર્ણય લેવાયો છે. જેના કારણે નાગરિકોની મુશ્કેલીમાં વધારો થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news