અમરેલીના લાઠીમાં દીવાલ ધરાશાયી, બે લોકોના મોત

લાઠીની નિલકંઠ શેરી વિસ્તારમાં સાફ સફાઇનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી. 

Updated By: May 27, 2020, 11:09 PM IST
અમરેલીના લાઠીમાં દીવાલ ધરાશાયી, બે લોકોના મોત

કેતન બગડા/અમરેલીઃ જિલ્લાના લાઠીમાં દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે. સાફ સફાઈ કરવા સમયે અચાનક દીવાલ ધરાશાયી થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. લાઠીના નિલકંઠ શેરી વિસ્તારની આ ઘટના છે. 

પ્રાપ્ત વિગત અનુસાર લાઠીની નિલકંઠ શેરી વિસ્તારમાં સાફ સફાઇનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી. અહીં મકાન પાડવાનું કામ પણ ચાલી રહ્યું હતું. અચાનક દીવાલ ધરાશાયી થતાં દબાઈ જવાથી બે વ્યક્તિના મોત થયા છે. જ્યારે ત્રણ લોકોનો બચાવ થયો હતો. હાલ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર