ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન નહીં થાયઃ મનસુખ માંડવિયા

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ આ નિવેદન આપતાની સાથે રાજ્યના રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 

ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન નહીં થાયઃ મનસુખ માંડવિયા

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું એક નિવેદન ખાસ્સું ચર્ચા જગાવી શકે છે. રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન અંગેના કેટલાંક ફરતાં થયેલાં મેસેજના જવાબમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જે નિવેદન આપ્યું એ ગર્ભિત ઇશારો કરતું હોય એવું લાગ્યું. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે,  ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન નહીં થાય. મનસુખ માંડવિયાના નિવેદનથી માહોલ ગરમાયો છે. તેમણે જણાવ્યું છે કે હું સીએમની રેસમાં નથી. માંડવિયાએ જણાવ્યું હતું કે વિજય રૂપાણી સીએમ પદે 5 વર્ષ સુધી ચાલુ રહેશે. હાલમાં સીએમ ગુપચૂપ દિલ્હી ગયા હતા. જો કે અહિંયા સૌથી મહત્વની વાત એ છે કે માંડવિયા માધ્યમોના સવાલને ટાળી પણ શકતાં હતાં પણ તેમણે એટલું વિસ્તૃત નિવેદન આપ્યું કે તેનાથી સહુને ચર્ચાનું કારણ મળી ગયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news