એલજી હોસ્પિટલનાં ઢોર તંત્ર પર માનવવધનો ગુનો દાખલ, પ્રસુતા મહિલાએ બાળક ગુમાવ્યું

શહેરનાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત એલ. જી. હોસ્પિટલ બહાર જ પ્રસુતાની થયેલી ડીલીવરી અને બાળકનાં મોટા મામલામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સંવેદનાહીન ગણાતા આ હોસ્પિટલ તંત્ર વિરુદ્ધ લેખીતમાં ફરિયાદ થઇ છે અને માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલાની લેખિતમાં ફરિયાદ માનવ અધિકાર અયોગમાં કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલની બેદરકારીની આ ઘટનામાં બાળકનું મોત થવા મુદ્દે રજુઆત કરવામાં આવી હતી. 
એલજી હોસ્પિટલનાં ઢોર તંત્ર પર માનવવધનો ગુનો દાખલ, પ્રસુતા મહિલાએ બાળક ગુમાવ્યું

અમદાવાદ: શહેરનાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત એલ. જી. હોસ્પિટલ બહાર જ પ્રસુતાની થયેલી ડીલીવરી અને બાળકનાં મોટા મામલામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સંવેદનાહીન ગણાતા આ હોસ્પિટલ તંત્ર વિરુદ્ધ લેખીતમાં ફરિયાદ થઇ છે અને માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલાની લેખિતમાં ફરિયાદ માનવ અધિકાર અયોગમાં કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલની બેદરકારીની આ ઘટનામાં બાળકનું મોત થવા મુદ્દે રજુઆત કરવામાં આવી હતી. 

અમદાવાદની એલ.જી. હોસ્પિટલની આ પહેલી ઘટના નથી કે હોસ્પિટલ વિવાદમાં સપડાઈ હોય બેદરકારીની અનેક ઘટનાઓ એલ.જી. હોસ્પિટલમાં સામે આવી ચૂકી છે. બે દિવસ અગાઉની ઘટના પણ હોસ્પિટલની બેદરકારીનાં સંવેદનાહીન દ્રશ્યો સામે આવ્યા હતા. એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તે સારવાર માટે એલજી હોસ્પિટલ પહોંચી હતી. પરંતુ સ્ટાફ દ્વારા તમને હજી એક મહિનાની વાર હોવાનું કહી મહિલાને પરત મોકલી દેવાઈ હોવાનો પરિવારએ આક્ષેપ લગાવ્યો હતો.

અમદાવાદની એલ.જી. હોસ્પિટલની આ પહેલી ઘટના નથી કે હોસ્પિટલ વિવાદમાં સપડાઈ હોય બેદરકારીની અનેક ઘટનાઓ એલ.જી. હોસ્પિટલમાં સામે આવી ચૂકી છે. બે દિવસ અગાઉની ઘટના પણ હોસ્પિટલની બેદરકારીનાં સંવેદનાહીન દ્રશ્યો સામે આવ્યા હતા. એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તે સારવાર માટે એલજી હોસ્પિટલ પહોંચી હતી. જો કે સ્ટાફ દ્વારા તમને હજી એક મહિનાની વાર હોવાનું કહી મહિલાને પરત મોકલી દેવાઈ હતી. 

મહિલા હોસ્પિટલ પ્રાંગણમાં નીચે પહોંચતા જ તેને પ્રસુતિ થઈ ગઇ હતી. ગણતરીના સમયમ બાળકનું મોત નીપજ્યું હતું. આ મામલે હોબાળો મચ્યો હતો. પરંતુ હવે આ મામલે ગુજરાતના માનવ અધિકાર અયોગમાં રજુઆત કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા માનવ અધિકાર આયોગમાં લેખિતમાં કરેલી ફરિયાદમાં એલ. જી. હોસ્પિટલની બેદરકારી મામલે ઉંડાણ પૂર્વક તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news