અમેરિકાની જેમ જ ગુજરાતનાં પોલીસ અધિકારીઓના ખભે લાગશે હાઇટેક કેમેરા
રાજ્યના ગૃહવિભાગની કામગીરીની વિગતો આપવા માટે આયોજીત પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના પોલીસ વિભાગમાં આર.આર સેલને બંધ કરવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, પોલીસ વિભાગને હવે ટેક્નોલોજીથી વધારે સુસજ્જ કરવામાં આવી રહ્યું છે. 1995થી કાર્યરત આર.આર સેલ બંધ કરી પોલીસ અધિક્ષકોની સત્તામાં વધારો કરવામાં આવી શકે છે. પોલીસ ગુનેગારો સાથેની સાંઠગાઠ ચલાવી શકાશે નહી. જે માટે સતત સર્વેલન્સ કરીને યોગ્ય વ્યવસ્થા ઉભી કરાશે.
Trending Photos
અમદાવાદ : રાજ્યના ગૃહવિભાગની કામગીરીની વિગતો આપવા માટે આયોજીત પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના પોલીસ વિભાગમાં આર.આર સેલને બંધ કરવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, પોલીસ વિભાગને હવે ટેક્નોલોજીથી વધારે સુસજ્જ કરવામાં આવી રહ્યું છે. 1995થી કાર્યરત આર.આર સેલ બંધ કરી પોલીસ અધિક્ષકોની સત્તામાં વધારો કરવામાં આવી શકે છે. પોલીસ ગુનેગારો સાથેની સાંઠગાઠ ચલાવી શકાશે નહી. જે માટે સતત સર્વેલન્સ કરીને યોગ્ય વ્યવસ્થા ઉભી કરાશે.
સાયબર ક્રાઇમના નિયંત્રણ માટે રેન્જ વિસ્તારમાં સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવશે. જિલ્લા મથકોએ વિસ્તારનું અમારુ આયોજન છે. જે પ્રકારે ગુનેગારો ગુનો કરીને ભાગ ન જાય તે માટે સમગ્ર રાજ્યમાં કેમેરાનું નેટવર્ક બીઝાવી દેવાયું છે. જેનું ત્રિનેત્ર પ્રોજેક્ટ દ્વારા પોલીસ કન્ટ્રોલ રૂમમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાજ્યનાં પોલીસ અધિકારીઓ અને નાગરિકો વચ્ચે તાલમેલ સાધી શકાય તે માટે પારદર્શી વહીવટનું આયોજન કરાઇ રહ્યું છે. જેના માટે પોલીસ કર્મચારીની વર્દી પર બોડી કેમેરા લગાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ અંગે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્યમાં નાગરિકોને શાંતિ સલામતી વધારેને વધારે અહેસાસ થાય તે જ અમારી સરકારની પ્રતિબદ્ધતા છે. તે માટે મજબુત રાજયીક ઇચ્છાશક્તિ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. અમારી સરકાર ભૂમાફિયાઓની શાન ઠેકાણ લાવવા માટે ભુમાફિયાધારો, ગુંડા નાબુદી ધારો અને પાસાના કાયદામાં સુધારો કરીને વધારે કડક બનાવ્યો છે. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનાં આગળ વધીને એસીબીને વધારે પ્રબળ અને શક્તિશાળી બનાવાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે