ગાયે એવી હિંમત બતાવી કે, ઉભી પૂંછડીએ ભાગ્યા ગીરના 2 સાવજ, Video

સિંહ તો સિંહ કહેવાય... એવી કહેવત ગુજરાતના ગામેગામ બોલાય છે. પરંતું જ્યારે સામે મોત દેખાય તો સિંહ પણ ઉભી પૂંછડીએ ભાગતો જાય છે. અગાઉ એક વીડિયોમાં જોયુ હતું કે, ગીર જંગલમાં એક શ્વાને સિંહને પડકાર આપ્યો હતો. ત્યારે હવે ગાયે સાવજોને ટક્કર આપી હતી. ગીરના ઉના પાસે એક ગાયે એક નહિ, પંરતું બે સાવજોને ભગાડ્યા હતા. આ દ્રશ્ય મોબાઈલમાં કેદ થયું. પરંતુ ગાયનો પડકાર અને તેની બહાદુરીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

ગાયે એવી હિંમત બતાવી કે, ઉભી પૂંછડીએ ભાગ્યા ગીરના 2 સાવજ, Video

Lion Viral Video રજની કોટેચા/ઊના : સિંહ તો સિંહ કહેવાય... એવી કહેવત ગુજરાતના ગામેગામ બોલાય છે. પરંતું જ્યારે સામે મોત દેખાય તો સિંહ પણ ઉભી પૂંછડીએ ભાગતો જાય છે. અગાઉ એક વીડિયોમાં જોયુ હતું કે, ગીર જંગલમાં એક શ્વાને સિંહને પડકાર આપ્યો હતો. ત્યારે હવે ગાયે સાવજોને ટક્કર આપી હતી. ગીરના ઉના પાસે એક ગાયે એક નહિ, પંરતું બે સાવજોને ભગાડ્યા હતા. આ દ્રશ્ય મોબાઈલમાં કેદ થયું. પરંતુ ગાયનો પડકાર અને તેની બહાદુરીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

ગીર પંથકના નજીકના ગામની સીમ વિસ્તારોમાં અવાર નવાર વન્યપ્રાણીઓ શિકારની શોધમાં આવી ચઢતા હોય છે. ત્યારે આવામાં તેઓ રખડતી ગાયોને પોતાના નિશાન બનાવે છે. ત્યારે ગીરની બોર્ડર નજીક આવેલ ગામની સીમ વિસ્તારમાં રસ્તા પાસે બે સિંહોએ માટીમાં બેસેલી ગાય ઉપર હુમલો કર્યો હતો. સિંહે શિકાર કરીને હુમલો કરી દેતા ગાય ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પરંતુ તે બાદ જે થયુ તે જોવા જેવુ હતું. 

— Zee 24 Kalak (@Zee24Kalak) December 6, 2022

ઈજાગ્રસ્ત ગાયે ઉભા થઈને બંને સાવજોને પડકાર ફેંક્ય હતો. જેથી બંને સિંહો ઉભી પુંછડીએ ત્યાંથી ભાગ્યા હતા. ત્યારે આ વીડિયો ત્યાં હાજર કોઈ સ્થાનિક પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news