ગુજરાતની આજની સૌથી મોટી ખબર, દારૂબંધી અંગે સમગ્ર રાજ્યમાં પોલીસ કરશે મેગાડ્રાઈવ
ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે, પરંતુ આમ છતાં દારૂનું વેચાણ થાય છે. રાજ્યમાં દારૂબંધીના અમલ માટે સરકાર મોટી કાર્યવાહી કરી રહી છે.
Trending Photos
ગાંધીનગર: ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે, પરંતુ આમ છતાં દારૂનું વેચાણ થાય છે. રાજ્યમાં દારૂબંધીના અમલ માટે સરકાર મોટી કાર્યવાહી કરી રહી છે. સમગ્ર રાજ્યમાં દારૂબંધીને લઈને પોલીસ મેગાડ્રાઈવ યોજશે. તમામ જિલ્લાઓમાં પોલીસ આ કાર્યવાહી હાથ ધરશે. દારૂબંધીના ચુસ્તપણે અમલ માટે આ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે નિવેદન આપતા કહ્યું કે સંપૂર્ણ નશાબંધી માટે ડ્રાઈવ ચલાવવામાં આવશે. રાજ્ય સરકાર દારૂબંધી માટે કટિબદ્ધ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે RSSના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આવતીકાલથી એક સપ્તાહ સુધી એટલે કે 2જી જૂનથી 10મી જૂન સુધી રાજ્યમાં દારૂ અને જુગારના અડ્ડાઓ સામે મેગા ડ્રાઈવ હાથ ધરાશે. રાજ્યના પોલીસવડાને પણ સૂચના આપવામાં આવી છે કે ગુજરાતમાં જે પ્રકારે દારૂ મળી રહ્યો છે તેની સામે દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવે.
મળતી માહિતી મુજબ આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસ અધિકારીઓની જવાબદારી પણ ફિક્સ કરવામાં આવશે. રાજ્યમાં દારૂબંધીનો કડક પણે અમલ થાય તે માટે આ ડ્રાઈવ યોજાઈ રહી છે. રાજ્ય સરકાર રાજ્યમાં દારૂબંધીના કડક અમલ માટે કટિબદ્ધ છે. આ કામગીરી રાજ્યના તમામ જિલ્લાઓમાં હાથ ધરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે