એમ્બ્યુલન્સનો ઉપયોગ દેશી દારૂની હેરાફેરી માટે! ભેજાગેપોએ દોડતી કરી દીધી પોલીસ
જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવા અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી રહી છે ત્યારે સમાજના દુષણ પોતાની અનોખી તરકીબ વાપરીને ઇમરજન્સી સેવાઓને પણ બદનામ કરવાનું બાકી નથી મુકતા
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદ : લોકડાઉનના કારણે સમગ્ર રાજ્યમાં અઘોષિત કરફ્યુ જેવી સ્થિતિ પ્રવર્તે છે. આ સંજોગોમાં એક શહેરમાંથી બીજા શહેરમાં વેચવા માટે લવાતા દારૂની હેરાફેરી સાવ બંધ થઈ ગઈ છે. આ સંજોગોમાં બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે ઇમરજન્સી વાહનોનો હવે સહારો લીધો છે. આવા જ એક કિસ્સામાં નરોડા પોલીસે ખાનગી એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સ મનીષ ઠાકોર અને લલિત રાજપૂતની નાના ચિલોડા પાસેથી ધરપકડ કરી છે.
નરોડા પોલીસ સ્ટેશનના અધિકારીઓને બાતમી મળી હતી કે એક ખાનગી એમ્બ્યુલન્સમાં દેશી દારૂ આવે છે. જેના પગલે બાતમીવાળી એમ્બ્યુલન્સ આવતા તેને રોકી તપાસ કરતા 22 લીટર દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. આ મામલામાં પોલીસે ડ્રાઈવર મનીષ ઠાકોર (રહે. શાહીબાગ) અને લલિત રાજપૂત (રહે. સરદારનગર)ની ધરપકડ કરી હતી. આ રીતે દેશી દારૂ કોને મંગાવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તેની પોલીસે તપાસ પણ શરૂ થઈ છે.
મહત્વનું છે કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવા અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી રહી છે ત્યારે સમાજના દુષણ પોતાની અનોખી તરકીબ વાપરીને ઇમરજન્સી સેવાઓને પણ બદનામ કરવાનું બાકી નથી મુકતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે