24 કલાકમાં કોરોનાના 540 નવા કેસ, કોવિડ-19 સ્પેશિયલ હોસ્પિટલ બનવવા મુદ્દે ચર્ચા: સ્વાસ્થ્ય મંત્રાલય
કોરોના વાયરસ (Coronavirus)એ દેશભરમાં હડકંપ મચાવ્યો છે. આ દરમિયાન કેન્દ્ર તરફથી મંત્રાલયોની જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સમાં કોરોનાની તાજેતરની સ્થિતિ વિશે જાણકારી આપી છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)એ દેશભરમાં હડકંપ મચાવ્યો છે. આ દરમિયાન કેન્દ્ર તરફથી મંત્રાલયોની જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સમાં કોરોનાની તાજેતરની સ્થિતિ વિશે જાણકારી આપી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે દેશમાં 5734 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે, 473 લોકો ઠીક થઇને ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે અને અત્યાર સુધી 166 લોકોના મોત થયા છે. સ્વાસ્થ મંત્રાલયના અનુસાર બુધાઅરે અત્યાર સુધી કોરોનાથી 17 લોકોના મોત થયા છે જ્યારે સંક્રમણના 540 નવા કેસ સામે આવ્યા છે.
લવ અગ્રવાલે જણાવ્યું કે ડોક્ટર્સની 10 ટીમોને 9 રાજ્યોમાં મોકલવામાં આવી છે. કાલે કોરોનાના 13 હજારથી વધુ દર્દીઓની તપાસ થઇ છે. તો બીજી તરફ ICMRએ જણાવ્યું કે 1,30,000 સેમ્પલ્સનું અત્યાર સુધી ટેસ્ટ કરવામાં આવી છે જેમાંથી 5734 સેમ્પલ પોઝિટિવ મળી આવ્યા છે. લવ અગ્રવાલે જણાવ્યું કે એડોપ્ટ એ ફેમિલી કેમ્પેન હેઠળ કરનાલ (હરિયાણા)માં 13000 જરૂરિયાતમંદ પરિવારોને 64 લાખ રૂપિયાની મદદ આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત પીપીઆઇ, માસ્ક અને વેંટિલેટરની આપૂર્તિ કરવામાં આવી રહી છે. 20 ઘરેલૂ ઉત્પાદકોને પીપીઇ માટે તૈયાર કરવામાં આવ્યા છે. પીપીઇ માટે 1.7 કરોડ ઓર્ડર આપવામાં આવ્યા છે અને તેમની આપૂર્તિ શરૂ કરવામાં આવે છે. આ ઉપરાંત 49 હજાર વેંટિલરનો પણ ઓર્ડર આપવામાં આવ્યો છે.
મંત્રીઓના સમૂહની બેઠકમાં આજે આ વાતની સમીક્ષા કરવામાં આવી કે આપણે કોરોના સંક્રમણનો સામનો કરવા માટે તૈયારીના ભાગરૂપે ક્યાં ઉભા છીએ અને ભવિષ્યમાં કય પ્રકારની જરૂર છે. સૌથી મુખ્ય વાત એ છે કોવિડ-19 સ્પેશિયલ હોસ્પિટલ તૈયાર કરવાને લઇને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે