Ramayanમાં 'સુગ્રીવ'નું પાત્ર ભજવનાર શ્યામ સુંદર કલાનીનું થયું નિધન, અરૂણ ગોવિલે વ્યક્ત કર્યો શોક
રામાનંદ સાગરની 'રામાયણ (Ramayan)' માં સુગ્રીવ (Sugriv)નું પાત્ર ભજવનાર કલાકાર શ્યામ સુંદર કલાની (Shyam Sundar Kalani)નું નિધન થઇ ગયું છે.
Trending Photos
નવી દિલ્હી: રામાનંદ સાગરની 'રામાયણ (Ramayan)' માં સુગ્રીવ (Sugriv)નું પાત્ર ભજવનાર કલાકાર શ્યામ સુંદર કલાની (Shyam Sundar Kalani)નું નિધન થઇ ગયું છે. આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર રામનું પાત્ર ભજવનાર એક્ટર એક્ટર ગોવિલ (Arun Govil) આપી. તેમણે પોતાના સાથી કલાકારના નિધન પર શોક વ્યક્ત કરતાં એક ભાવુક પોસ્ટ કરી છે.
અરૂણ ગોવિલે ટ્વિટર પર લખ્યું ''મિસ્ટર શ્યામ સુંદરના નિધનના સમાચાર સાંભળી દુખી છું. તેમણે રામાનંદ સાગરની રામાયણમાં સુગ્રીવનું પાત્ર ભજવ્યું છે. ખૂબ સારા માણસ અને સજ્જન વ્યક્તિ. ઇશ્વર તેમની આત્માની શાંતિ આપે.'' હવે તેમની આ પોસ્ટ પર લોકો શ્યામ સુંદર કલાની માટે શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે.
Sad to know about demise of Mr. Shyam Sundar who played the role of Sugreev in Ramanand Sagar’s “Ramayan”... A very fine person and a gentleman. May his soul rest in peace.
— Arun Govil (@arungovil12) April 9, 2020
તમને જણાવી દઇએ કે આ દરમિયાન 'રામાયણ'નું ડીડી નેશનલ પર પ્રસારણ કરવામાં આવી રહ્યું છે, જેના લીધે તમામ પાત્ર અને કલાકાર એકવાર ફરી ચર્ચામાં આવી ગયા છે. વાત કરીએ શ્યામ સુંદર કલાનીની તો તેમને એક્ટિંગ કેરિયરની શરૂઆત રામાયણથી કરી હતી. પરંતુ ત્યારબાદ તેમને એક્ટિંગની દુનિયામાં કામ ન મળી શક્યું.
રામાયણમાં રામનું પાત્ર અરૂણ ગોવિલ, લક્ષ્મણનું પાત્ર સુનીલ લહરી, સીતાનું પાત્ર દીપિકા ચિખાલિયા, હનુમાનનું પાત્ર દારા સિંહ અને રાવણનું પાત્ર અરવિંદ ત્રિવેદીએ ભજવ્યું હતું. પરંતુ સુગ્રીવ જેવાના નાના-નાના પાત્ર ભજવીને લોકોએ ખૂબ નામ કમાયું હતું. રામાયણમાં સુગ્રીવની કથા ભગવાન રામના વનવાસ દરમિયાન સામે આવે છે. જ્યાં વાનર રાજ સુગ્રીવ રામની રાવણ સાથે યુદ્ધમાં મદદ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે