PM Modi Mother health LIVE Update : હીરાબા સ્વાસ્થયના ખબરઅંતર પૂછીને પીએમ મોદી દિલ્હી જવા રવાના થયા
PM Modi Mother Health Update : પ્રધાનમંત્રી મોદીના માતૃશ્રી હીરાબાની તબિયતમાં સુધારો...અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલે હેલ્થ બુલેટિન જાહેર કરી આપી જાણકારી...
Trending Photos
PM Modi Mother health LIVE Update : દેશના પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતાં યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. પીએમ મોદીના માતા 100 વર્ષના છે. મોદી ગુજરાતમાં આવે ત્યારે માતાને મળવા માટે અચૂક જાય છે આજે હીરાબાના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર સાંભળી પીએમ મોદી તાત્કાલિક ગુજરાત આવવા રવાના થયા હતા. તેઓ અમદાવાદ પહોંચી ગયા હતા. તેમણે હીરાબાના સ્વાસ્થય વિશે તબીબો પાસેથી માહિતી મેળવી હતી. જો કે હીરાબાની તબિયત સારી અને સુધારા પર હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલ તરફથી આ માહિતી બુલેટિન બહાર પાડીને આપવામાં આવી છે. હીરાબાને આજે સવારે સામાન્ય બ્લડપ્રેશરની તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લગભગ દોઢ કલાક હોસ્પિટલમાં રોકાયા બાદ પીએમ મોદી દિલ્હી જવા રવાના થયા હતા.
આ પહેલાં 2016માં PM નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત લથડી હતી. તેમને 108 બોલાવી ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. એટલું જ નહિ, હોસ્પિટલના જનરલ વાર્ડમાં તેમની તપાસ સામાન્ય દર્દીઓની જેમ જ થઈ હતી. તેમને 108માં તેના કર્મચારીઓ સ્ટ્રેચર પર સૂવડાવીને હોસ્પિટલ લઈ ગયા હતા અને જનરલ વોર્ડમાં જ દાખલ કરાયાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા 18 જૂને 100 વર્ષનાં થયાં હતાં. તેમનો જન્મ 18 જૂન 1923ના રોજ થયો હતો. વડાપ્રધાન મોદી 18 જૂને માતા હીરાબાને સવારે તેમના ગાંધીનગરના નિવાસસ્થાને મળ્યા હતા અને મા સાથે 45 મીનિટ બેઠા હતા. આ અંગે સમાચાર મળતાં જ અમદાવાદના અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે