રાજકોટ કોંગ્રેસનાં 39 ઉમેદવારોની યાદી જાહેર, કેટલાક વોર્ડમાં હજી પણ ખેંચતાણ ચાલુ

રાજકોટ કોંગ્રેસનાં 39 ઉમેદવારોની યાદી જાહેર, કેટલાક વોર્ડમાં હજી પણ ખેંચતાણ ચાલુ
  • આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારે છેલ્લી ઘડીએ કોંગ્રેસ પક્ષ ઉમેદવારોને મેન્ડેટ આપશે
  • આંતરિક ડખા અને ખેંચતાણના લીધે છેલ્લા દિવસ સુધી કોંગ્રેસ ઉમેદવારોની યાદી જાહેર નથી કરી શકી

બ્રિજેશ દોશી/ગાંધીનગર :રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. રાજકોટ કોંગ્રેસ (rajkot congress) નાં 39 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. અગાઉ 22 ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું હતું. જોકે, હજુ રાજકોટ કોંગ્રેસમાં 11 ઉમેદવારોની જાહેરાત બાકી છે. કેટલાક વોર્ડમાં હજી પણ ખેંચતાણ ચાલુ છે. વોર્ડ નંબર 1માં નિમિશાબેન રાવલને ટિકિટ આપવામાં આવી છે. 

આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારે છેલ્લી ઘડીએ કોંગ્રેસ પક્ષ ઉમેદવારોને મેન્ડેટ આપશે. મહાનગરપાલિકાની ચૂટંણી (Local Body Polls) માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે હજુ કોંગ્રેસે (congress) પોતાના તમામ ઉમેદવારો જાહેર કર્યા નથી. પ્રદેશ પ્રમુખ દ્વારા ઉમેદવારોને ટેલિફોનિક સૂચના આપી દેવાઈ છે. પરંતું ટેલિફોનિક સૂચના બાદ હજી પણ કોંગ્રેસના ઉમેદવારો પાસે મેન્ડેટ પહોંચ્યા નથી. આજે બપોરે ત્રણ કલાકે ફોર્મ ભરવાનો સમય પૂરો થઈ જશે. ત્યારે ક્યારે પક્ષ ઉમેદવારો જાહેર કરશે અને ક્યારે તેઓ ફોર્મ ભરવા જશે તે મોટો સવાલ છે. વડોદરામાં ક્યાંક શહેર સંગઠન અને પ્રદેશ સંગઠન વચ્ચે પણ વિખવાદ સામે આવ્યો છે. હાલ કયા વોર્ડમાં ક્યાં વિવાદ ચાલી રહ્યો છે તે જોઈએ. 

No description available.

No description available.

રાજકોટના રાજકારણમાં "એકડા" નો ખેલ, કોંગ્રેસ માટે 1 અંક બની શકે છે લક્કી

મહાનગર પાલિકા (local election) ની ચૂંટણી માટે કોંગ્રેસની મુશ્કેલીઓ વધી ગઈ છે. આંતરિક ડખા અને ખેંચતાણના લીધે છેલ્લા દિવસ સુધી કોંગ્રેસ ઉમેદવારોની યાદી જાહેર નથી કરી શકી. જેથી હવે કોંગ્રેસ ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવાની રણનીતિ અપનાવી છે. દરેક ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરવામાં કોંગ્રેસનું કોંકડું ગૂંચવાતું હોય છે. પરંતુ આ વખતે પણ તીવ્ર જૂથબંધીના કારણે હજુ સુધી કોંગ્રેસનું મોવડી મંડળ ઉમેદવારોની પૂરેપૂરી યાદી બહાર પાડી શક્યું નથી. પહેલા 10 જેટલા બિનવિવાદાસ્પદ વોર્ડના કેટલાક નામોની જાહેરાત કરી હતી. પરંતુ ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવારો માટે સલામત ગણાતા વિસ્તારોમાં ડખા એ હદે વધી ગયા કે નામો જાહેર કરવાની કોઈ હિંમત કરતું નથી. કેટલાક કાર્યકરોએ દિપક બાબરિયા સામે દેખાવો યોજ્યા હતા. રામોલ અને મક્તમપુરામાં ઉમેદવારોને ખાનગીમાં સૂચના આપતા તેમણે ફોર્મ ભર્યા હતા. માત્ર ભાવનગરની યાદી જાહેર થઈ છે તે સિવાય ઉમેદવારોને ટેલિફોનિક રીતે જાણ કરી દેવામાં આવી છે. ઉમેદવાર તેનું ફોર્મ ભૂલ વગર ભરી શકે તે માટે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે કેટલાક વકીલોને બેસાડ્યા છે. જેથી કાયદાકીય ગૂંચ ઉકેલાઈ શકે. 

વડોદરા કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીનો પેચ ફસાયો, દીપક શ્રીવાસ્તવ બદલી શકે છે પાર્ટી 

ઔવેસીની પાર્ટી કોંગ્રેસનું નુકસાન કરી શકે છે 
તો બીજી તરફ આ વખતે લઘુમતીના કોંગ્રેસના સલામત ગણાતા વિસ્તારોમાં અસુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી તેના ઉમેદવારો ઉભા રાખવાની છે. જેમાં નુકસાન કોંગ્રેસને જ થવાનું છે. આવા કપરા સમયમાં પણ તેઓ આંતરિક ખેંચતાણને બાજુએ મૂકી શકતા નથી. ત્યારે ફોર્મ ભરતી વખતે છેલ્લી ઘડીની દોડધામમાં અનેક ડખા અને ઝઘડા સપાટી પર આવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news