આણંદથી લઈ દાહોદ સુધીના જાહેર થયા 11 નામ, જાણી લો કયો કોંગ્રેસી ભાજપને આપશે ટક્કર

Loksabha Election 2024: ગુજરાતમાં કોંગ્રેસે તેની વધુ એક યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના 11 ઉમેદવાર જાહેર કર્યા છે. જે નામ જાહેર કરાયા તેમાં ધારાસભ્યો અને કેટલાક નવા ચહેરાઓને તક અપાઈ છે. ત્યારે જુઓ કોંગ્રેસના લિસ્ટમાં ગુજરાતમાંથી કોને મળી ટિકિટ?

આણંદથી લઈ દાહોદ સુધીના જાહેર થયા 11 નામ, જાણી લો કયો કોંગ્રેસી ભાજપને આપશે ટક્કર

Loksabha Election 2024: લાંબા સમયથી જેનો ઈન્તજાર હતો અને સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે કોંગ્રેસની વધુ એક યાદી આવી જ ગઈ છે. કોંગ્રેસે અત્યાર સુધી જે સાત નામ જાહેર કર્યા હતા, જેમાં વધુ 11 નામનો ઉમરો થયો છે. કોંગ્રેસે કોને ટિકિટ આપી તેની વાત કરીએ તો, આણંદથી અમિત ચાવડા, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, પાટણથી ચંદનજી ઠાકોર, અમરેલીથી જેની ઠુમ્મર, સુરતથી નિલેશ કુંભાણી, ખેડા બેઠકથી કાળુ ડાભી, જામનગરથી જે.પી.મારવિયા અને દાહોદથી પ્રભા તાવિયાડને ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસમાંથી કોને મળી ટિકિટ? 

  • સાબરકાંઠાથી ડો. તુષાર ચૌધરી
  • પાટણથી ચંદનજી ઠાકોર
  • ગાંધીનગરથી સોનલ પટેલ
  • જામનગરથી જે.પી મારવિયા
  • અમરેલીથી જેની ઠુમ્મર
  • આણંદથી અમિત ચાવડા
  • ખેડા બેઠકથી કાળુ ડાભી
  • પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ
  • દાહોદથી પ્રભા તાવિયાડ
  • છોટાઉદેપુરથી સુખરામ રાઠવા
  • સુરતથી નિલેશ કુંભાણી

તો આ પહેલા કોંગ્રેસે જે યાદી જાહેર કરી હતી તેમાં પોરબંદરથી લલિત વસોયા, બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, વલસાડથી અનંત પટેલ, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અને કચ્છથી નીતિશ લાલન ટિકિટ આપવામાં આવી હતી. 

No description available.

હવે કોંગ્રેસે જે સાત નામ જાહેર કર્યા તેમાં તેમની સામે ભાજપના ઉમેદવાર કોણ છે તે પણ જાણી લો...કઈ બેઠક ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જંગ જામશે તેની વાત કરીએ તો, આણંદમાં ભાજપના મિતેષ પટેલ સામે કોંગ્રેસના અમિત ચાવડા, છોટાઉદેપુરમાં જશુભાઈ રાઠવા સામે કોંગ્રેસના સુખરામ રાઠવા, પાટણમાં ભાજપના ભરતસિંહ ડાભી સામે કોંગ્રેસના ચંદનજી ઠાકોર, ખેડાથી ભાજપના દેવુસિંહ ચૌહાણ સામે કોંગ્રેસના કાળુસિંહ ડાભી, જામનગરથી ભાજપના પુનમ માડમ સામે કોંગ્રેસના જે.પી.મારવિયા, દાહોદથી ભાજપના જશવંતસિંહ ભાભોર સામે કોંગ્રેસના પ્રભા તાવિયાડ ચૂંટણી લડશે.

બેઠક            ભાજપ                       કોંગ્રેસ
આણંદ           મિતેષ પટેલ          અમિત ચાવડા
છોટાઉદેપુર    જશુભાઈ રાઠવા     સુખરામ રાઠવા
પાટણ            ભરતસિંહ ડાભી      ચંદનજી ઠાકોર
ખેડા            દેવુસિંહ ચૌહાણ        કાળુસિંહ ડાભી
જામનગર         પુનમ માડમ         જે.પી.મારવિયા
દાહોદ        જશવંતસિંહ ભાભોર     પ્રભા તાવિયાડ 

તો પહેલાં કોંગ્રેસ અને ભાજપના જે ઉમેદવાર જાહેર થયા હતા તેની વાત કરીએ તો, પોરબંદરથી ભાજપના મનસુખ માંડવિયા સામે કોંગ્રેસના લલીત વસોયા, બનાસકાંઠાથી ભાજપના રેખા ચૌધરી સામે કોંગ્રેસના ગેનીબહેન ઠાકોર, બારડોલીથી ભાજપના પ્રભુ વસાવા સામે  કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી, અમદાવાદ પશ્ચિમથી ભાજપના દિનેશ મકવાણા સામે કોંગ્રેસના ભરત મકવાણા અને કચ્છ અનામત બેઠકથી ભાજપના વિનોદ ચાવડા સામે કોંગ્રેસના નીતિશ લાલન વચ્ચે ટક્કર થશે. કોંગ્રેસે પોતાના ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. તો કેટલાક નવા ચહેરાને પણ મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે પ્રજા કોને ચૂંટણીને લોકસભામાં મોકલે છે તે જોવું રહ્યું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news