હવે ગુજરાતના આ શહેરમાં કેમનું રહેવું? ધોળા દિવસે શ્વાન કરી રહ્યા છે નાના બાળકો પર હુમલો

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતો શ્વાનનો કહેર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઘર પાસે રમતા નાના બાળકો હોય કે શાળાએ જતા બાળકો સહિત રાહદારીઓ રખડતાં શ્વાનના શિકાર બની રહ્યા છે. રખડતાં શ્વાનના હૂમલો વધુ બે કિસ્સાઓ સામે આવ્યાં છે.

હવે ગુજરાતના આ શહેરમાં કેમનું રહેવું? ધોળા દિવસે શ્વાન કરી રહ્યા છે નાના બાળકો પર હુમલો

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. શહેરમાં એક દિવસમાં બે બાળકો પર શ્વાનને હુમલો કર્યો છે. લિંબાયત મહાપ્રભુ નગરમાં 5 વર્ષીય બાળક પર શ્વાનને હૂમલો કર્યો છે. ડીંડોલીમાં પણ 11 વર્ષીય બાળક પર શ્વાનને હુમલો કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે.

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતો શ્વાનનો કહેર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઘર પાસે રમતા નાના બાળકો હોય કે શાળાએ જતા બાળકો સહિત રાહદારીઓ રખડતાં શ્વાનના શિકાર બની રહ્યા છે. રખડતાં શ્વાનના હૂમલો વધુ બે કિસ્સાઓ સામે આવ્યાં છે. સુરત શહેરનાં લિંબાયત વિસ્તારમાં આવેલ મહાપ્રભુ નગરમાં ઘર પાસે રમી રહેલા 5 વર્ષીય બાળક પર શ્વાને હૂમલો કર્યો છે.5 વર્ષીય ઈર્શાદ પોતાના ઘર પાસે રમી રહ્યો હતો. માતા ઘરમાં કામ હતી. દરમીયાન ઈર્શાદ પર અચાનક રખડતાં શ્વાનને હૂમલો કર્યો હતો. બાળકનો રડવાનો અવાજ સાંભળી પરિવાર સહીત લોકો દોડી આવ્યા હતા. બાળકને શ્વાનના ચુંગાલ માંથી છોડાવ્યો હતો. 

શ્વાનના હૂમલો મા બાળકને મોઢાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.ખાસ કરીને શ્વાને બાળકના ગાલને ફાડી નાખ્યો હતો. બાળકની માતા બાળકના ગાલને લોહીલુહાણ હાલમાં જોઈ ચોંકી ગઈ હતી. રડતા રડતા બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવી હતી. જ્યાં બાળકને તબીબો દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી છે. જ્યારે પરિવાર આવા રખડતા શ્વાનને પર કાર્યવાહી કરવા તંત્ર જોડે માંગ કરી રહ્યા છે.

આવો જ બીજો કિસ્સો સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં બન્યો છે. ડીંડોલી વિસ્તારમાં આવેલ પ્રિયંકા પાર્ક સોસાયટીમાં ઘર પાસે રમી રહેલ 11 વર્ષિય  બાળક શ્વાને હુમલો કર્યો છે.11 વર્ષીય વર્જ લાળ નામનો બાળક ઘર પાસે રમી રહ્યો હતો.અચાનક બાળક પર શ્વાને હૂમલો કર્યો હતો. બાળકનો રડવાનો અવાજ સાંભળી પરિવારના લોકો બહાર દોડી આવ્યા હતા. રખડના શ્વાનનાં ચૂંગાલ માંથી બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ રખડતા શ્વાને બાળકના પગ પર જ હુમલો કરતા ચારથી વધુ જગ્યા પર બાળકને ઘાયલ કરી દીધો હતો. પરિવારના લોકો તાત્કાલિક બાળકને ઇજાગ્રત હાલતમાં સારવાર નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા જ્યાં તબીબો દ્વારા બાળકને સારવાર આપવામાં આવી હતી.

મહત્વની વાત છે કે સુરત મહાનગરપાલિકા રસીકરણ ખસીકરણ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરતી હોય છે.તેમજ રખડતા શ્વાન પર કાર્યવાહીના દાવા પણ કરતી હોય છે.પરંતુ શહેરમાં રોજિંદા રખડતા શ્વાનનો કહેર જે રીતના સામે આવી રહ્યો છે એના પરથી મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. રોજિંદા રાહદારીઓ કે ઘર પાસે રમતા બાળકો પર રખડતા શ્વાનનાં હુમલાઓ વધી રહ્યો છે. જ્યારે સૌ કોઈ લોકો તંત્ર જોડે રખડતા શ્વાન ના આતંક થી કાયમી છુટકારો આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news