રાજકોટમાં લવ જેહાદ: હિન્દુ પત્ની ધરાવતા વિધર્મીએ સગીરાને ફસાવી કર્યું અપહરણ, માતાનો ધડાકો
સમગ્ર મામલે 34 વર્ષીય સગીરાની માતા દ્વારા માણાવદર પોલીસ સ્ટેશન ખાતે વીધર્મી યુવક વિરુદ્ધ બીએનએસ ની કલમ 87, 137 (2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ શહેરમાં લવ જેહાદની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. 15 વર્ષીય સગીરાને વિધર્મી યુવક દ્વારા પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. ઇલિયાસ નામના વિધર્મી યુવક દ્વારા 9 નવેમ્બર 2024 ના રોજ બપોરના 12:00 વાગ્યાના અરસામાં જુનાગઢ જિલ્લાના માણાવદર શહેર ખાતે સગીરાનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે.
સમગ્ર મામલે 34 વર્ષીય સગીરાની માતા દ્વારા માણાવદર પોલીસ સ્ટેશન ખાતે વીધર્મી યુવક વિરુદ્ધ બીએનએસ ની કલમ 87, 137 (2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર ખાતે સગીરાના માતા પિતા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં સગીરાની માતાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, વિધર્મી યુવક બે સંતાનોનો પિતા છે. તેની પ્રથમ પત્ની પણ હિન્દુ છે.
સગીરા પર વશીકરણ કર્યું હોવાથી તે પોતાના માતા પિતાનું પણ કહ્યું કરતી નથી. ત્યારે સરકાર તેમજ હિંદુ સંગઠનો પાસે સગીર દીકરીને વિધર્મીની ચંગુલમાંથી મુક્ત કરાવવા માંગ કરવામાં આવી છે. સગીરા સાથે અઘટિત ઘટના ઘટી હોવાથી તેનો મેડિકલ ટેસ્ટ પણ કરાવવા માંગ કરાઈ છે.
માણાવદર પોલીસ પાસે વિધર્મી યુવક લોકેશન હોવા છતાં તેની ધરપકડ કરવામાં ન આવી હોવાનો આક્ષેપ સગીરાના માતા પિતા દ્વારા કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે