LPG સિલિન્ડરની સબસીડી ગાયબ, 95 ટકા લોકને મોંઘવારીના દાવાનળમાં ધકેલ્યા: મોઢવાડીયા
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ : પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવ વધારા બાદ રાંધણ ગેસના ભાવ વધારાના પગલે ગૃહિઓનુ બજેટ ખોરવાવા લાગ્યુ છે જે મુદ્દે ગુજરાત કોંગ્રેસના પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી અર્જૂન મોઢવાડિયાએ કહ્યુ કે ભાજપ સરકારે LPG સિલિન્ડરની સબસીડી હજમ કરીને દેશના 95% લોકોને મોંઘવારીના દાવાનળમાં ધકેલી દીધા વર્ષ 2020-21 ના કેન્દ્રીય બજેટમાં LPG સિલિન્ડર માટે ₹40,915 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. જેની સામે વર્ષ 2021-22 ના બજેટમાં LPG સિલિન્ડર સબસીડી માટે માત્ર ₹14,000 કરોડ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે ₹26,915 કરોડનો સીધો માર લોકો ઉપર નાંખવામાં આવ્યો. મોઢવાડિયાએ ઉમેર્યું કે ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ અને LPG સિલિન્ડરના વધતા ભાવો માટે આંતરાષ્ટ્રીય બજારને જવાબદાર ગણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહી છે. શું આ સબસીડી ઉપર કાપ પણ આંતરાષ્ટ્રીય બજારે મુક્યો છે? શું સરકારનું કામ માત્ર ટેક્સ ઉઘરાવવાનું છે, લોકોને રાહત આપવાની કોઈ જવાબદારી નથી?
ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ સરકારને આડે હાથે લેતાં કહ્યુ કે મંદી, મોંઘવારી, અને મહામારીમાં પરેશાન જનતા ભાજપ સરકારની છેતરપીંડીનો ભોગ બની રહી છે. અચ્છે દિન, બહોત હુઈ મહેંગાઈ કી માર જેવા રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતા ઉભી કરીને સત્તા મેળવનાર ભાજપ સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી . દેશના જીડીપી વધારવાનો વાયદો કરનાર ભાજપ સરકારમાં જીડીપીમાં સતત ઘટાડો અને ગેસ (G), ડીઝલ (D), પેટ્રોલ (P) સતત ભાવ વધારાથી પ્રજા પરેશાન છે. વર્ષ ૨૦૨૦ માં જાન્યુઆરી ૧૭૬.૪૩ સબસીડી મળીને વર્ષ ૨૦૨૧માં ૨૧.૪૩ રૂપિયા સબસીડી કરી દેવામાં આવશે. મોટા ભાગના પરિવારોને આ ગેસ સબસીડી પણ શૂન્ય કરી દેવામાં આવી છે
રાંઘણ ગેસની કિંમતમાં થયેલો ઉત્તરોત્તર વધારા પર નજર કરીએ તો
૩૦ નવેમ્બર - ૨૦૨૦ ૫૯૪
૧ ડીસેમ્બર - ૨૦૨૦ ૬૪૪
૧ જાન્યુઆરી - ૨૦૨૧ ૬૯૪
૪ ફેબ્રુઆરી - ૨૦૨૧ ૭૧૯
૨૫ ફેબ્રુઆરી - ૨૦૨૧ ૭૯૪
૧ માર્ચ - ૨૦૨૧ ૮૧૯
૧ જુન - ૨૦૨૧ ૮૩૪
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે