LRD પેપરલીક કાંડ: જે પ્રેસમાં છપાયું ત્યાંથી જ ફૂટી ગયું હતું પેપર
જે પેકેટમાં સીલ કરીને પેપર મુકાયા હતા આરોપીઓએ તે સીલબંધ કવરમાંથી પેપર બહાર કાઢીને ફોટા પાડી લીધા હતા
Trending Photos
અમદાવાદ : પોલીસ લોકરક્ષક દળનું પેપર ફુટ્યું ત્યારથી જ આ સમગ્ર મામલો ભારે હાઇપ્રોફાઇ રહ્યો છે. પેપર ક્યાં છપાયુથી માંડીને કઇ રીતે ફુટ્યું તે બાબત જેમ જેમ તપાસ થતી જાય છે તેમ તેમ વધારેને વધારે ગુંચવાતી જાય છે. અનેક મોટા માથાઓની સંડોવણીઓ બહાર આવતી જાય છે, સાથે સાથે જે મુખ્ય આરોપી લાગતો હોય તે પ્યાદા સાબિત થતા જાય છે. હાલમાં જ સુત્રો દ્વારા કરાયેલા ઘટસ્ફોટ અનુસાર પેપર જે પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયું ત્યાંથી જ ચોરી થઇ ગયું હતું.
સુત્રો અનુસાર પેપર છપાયા બાદ દુધિયા રંગના પેકેટમાં પેક કરવામાં આવ્યા હતા. તે પેકેટને બ્લેડથી કાપીને અંદરથી પેપર કાઢીને મોબાઇલમાં તેના ફોટા પાડી લેવાયા હતા. જો કે સ્ટ્રોંગ રૂમ સુધી ચોરને પહોંચાડનાર જાણભેદુ સહિતનાં તમામ લોકોની ઓળક કરી લેવામાં આવી છે. તેમનાં લોકેશન પણ ટ્રેસ કરી લેવાયા છે. ટુંક જ સમયમાં પોલીસ દ્વારા આ તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે. આ અગાઉ અશોક સાહુ અને તેની ગેંગે મધ્યપ્રદેશમાં ફૂટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના પટાવાળાઓની ભરતીનું પેપર ફોડવામાં પણ આ જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કર્યો હતો.
સુત્રો અનુસાર લોકરક્ષકદળની ભરતીનું પેપર કર્ણાટકનાં એક પ્રેસમાં છપાયું ત્યારથી જ પ્રોફેશનલ ગેંગની તેના પર નજર હતી. પેપર છપાઇને જ્યારે સ્ટ્રોંગ રૂમમાં મુકાયું ત્યા સુધીની પળેપળની માહિતી અને તેની રેકી કરાઇ હતી. પેપર સ્ટ્રોંગ રૂમમાં પહોંચતાની સાથે જ ગેંગ સક્રિય થઇ અને અંદર પ્રવેશ કરીને સીલ કરેલા પેકેટને સાઇડમાંથી બ્લેડ મારી બહાર કઢાયું હતું. તેને ફોટો પાડી લેવાયો હતો.
મોડસ ઓપરેન્ડિંગ સામે અનેક સવાલ
જો કે આ ઓપરેન્ડી સામે પણ કેટલાક સવાલો છે. ખાસ કરીને જો સીલબંધ કવર હતું અને તેને બ્લેડ મારીને ખોલવામાં આવ્યું હતું તો પછી પ્રેસનાં અધિકારીઓને જાણ કેમ નઇ. સીલ મારેલુ પેકેટ ફાટેલું જોઇ અધિકારીઓ દ્વારા કોઇ કાર્યવાહી શા માટે ન કરવામાં આવી. સ્ટ્રોંગ રૂમ સુધી માલિકો સિવાય કોની પહોંચ છે. અનેક સવાલોનાં જવાબ હજી પણ બાકી છે. જો કે તપાસમાં ઉચ્ચ અધિકારીઓ વિગતો છુપાવી રહ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે