મધુ શ્રીવાસ્તવનો વાણી વિલાસ: ધારે તે કરે તે ધારાસભ્ય, કલેક્ટરને બધા તો *** છે

જિલ્લાના વાઘોડિયા સહિત તાલુકામાં આવતા દબાણો દૂર કરવાની તાલુકા પંચાયત દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના અનુસંધાન પાલિકા અને પંચાયત દ્વારા નોટિસો ફટકારવામાં આવી હતી. તેવામાં વાઘોડિયા તાલુકાના જરોદ ગ્રામ પંચાયતમા આવતા દબાણો દૂર કરવામાં ન આવે તે માટે વાઘોડિયાના ધારાસભ્ય મેદાને પડ્યા છે. તેઓએ જરોદમાં વેપારીઓને સંબોધતા વાણીવિલાસ કર્યો હતો. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, ધારાસભ્ય ધારે તે કરી શકે છે, બાકી બધા તો *** છે. મધુ શ્રીવાસ્તવ જે બોલે છે અને જે શબ્દનો પ્રયોગ કર્યો છે એ અમે પ્રતિષ્ઠિત મીડિયા ગૃહ તરીકે છાપી શકીએ તેમ નથી. જેથી અમે અહીં આ શબ્દનો ઉલ્લેખ કર્યો નથી. 
મધુ શ્રીવાસ્તવનો વાણી વિલાસ: ધારે તે કરે તે ધારાસભ્ય, કલેક્ટરને બધા તો *** છે

વડોદરા : જિલ્લાના વાઘોડિયા સહિત તાલુકામાં આવતા દબાણો દૂર કરવાની તાલુકા પંચાયત દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના અનુસંધાન પાલિકા અને પંચાયત દ્વારા નોટિસો ફટકારવામાં આવી હતી. તેવામાં વાઘોડિયા તાલુકાના જરોદ ગ્રામ પંચાયતમા આવતા દબાણો દૂર કરવામાં ન આવે તે માટે વાઘોડિયાના ધારાસભ્ય મેદાને પડ્યા છે. તેઓએ જરોદમાં વેપારીઓને સંબોધતા વાણીવિલાસ કર્યો હતો. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, ધારાસભ્ય ધારે તે કરી શકે છે, બાકી બધા તો *** છે. મધુ શ્રીવાસ્તવ જે બોલે છે અને જે શબ્દનો પ્રયોગ કર્યો છે એ અમે પ્રતિષ્ઠિત મીડિયા ગૃહ તરીકે છાપી શકીએ તેમ નથી. જેથી અમે અહીં આ શબ્દનો ઉલ્લેખ કર્યો નથી. 

વાઘોડિયા વિઘાનસભાના ભાજપાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પોતાના બેફામ નિવેદનોના કારણે છાશવારે વિવાદમાં આવતા હોય છે. જરોદમાં વેપારીઓને દબાણો દૂર કરવામાં નહીં આવે તેવી ખાત્રી આપવાની સાથે તેમણે જણાવ્યું કે, ધારાસભ્ય ધારે તે કરી શકે છે, આ નિવેદન તેઓએ આજે સવારે જરોદમાં આપ્યું હતું. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 

જરોદ ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર બાંઘકામ દૂર કરવા વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી. જે અંગે વેપારીઓએ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને રજૂઆત કરી હતી. વેપારીઓની રજૂઆતના પગલે આજે સવારે ધારાસભ્યએ જરોદ ગામની મુલાકાત લીધી હતી. જ્યાં તેણે પોતાના ચીરપરિચિત અંદાજમાં જણાવ્યું કે, જે ધારેલા કામ કરે તેને ધારાસભ્ય કહેવાય. ધારાસભ્ય છું ત્યાં સુધી વેપારીઓના દબાણો તોડવા નહીં દઉ. વેપારીઓને એમ પણ કહ્યું છે કે રસ્તો ખૂલ્લો રાખજો.

વગર માસ્કે ભેગા થયેલા વેપારીઓને બિનકાયદેસર કામ બાબતે ખાત્રી આપતા મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર દબંગાઈ બતાવી હતી. રાજ્યવાળા આવે, તાલુકાવાળા આવે કે પોલીસ ખાતા વાળા આવે મેં કહીં દીઘું એટલે વાત પતી ગઈ. પછી કલેક્ટર આવે તો કલેક્ટરની પણ તાકાત નથી કે દબાણો તોડી શકે.હું બેઠો છું ત્યાં સુધી કોઇએ ગભરાવાની જરૂર નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news