હૈયું કંપાવી નાખતી ઘટનાનો ઓડિયો વાયરલ, સાવકી માતા બાળકને રોજ આપતી ડામ, ડિસમિસથી ફટકારતી...'

રોજગારી માટે ભરૂચથી લુણાવાડા એક પરિવાર આવ્યું હતું. પરિવારમાં એક બાળક અને માતાપિતા છે. પિતા હોટેલમાં નોકરી પર જતાં રહેતા ત્યારે સાવકી માતા પુત્ર પર અમાનુષી જુલમ ગુજરાતી હતી. બાલવાડીમાં ભણતા માસુમ બાળકને સાવકી માં દરરોજ ડામ આપતી હતી.

હૈયું કંપાવી નાખતી ઘટનાનો ઓડિયો વાયરલ, સાવકી માતા બાળકને રોજ આપતી ડામ, ડિસમિસથી ફટકારતી...'

ઝી બ્યુરો/મહીસાગર: લુણાવાડામાં માવતર લજવતી ઘટના સામે આવી છે. કહેવાય છે કે માવતર કમાવત ના થાય, પરંતુ આ કિસ્સામાં ઉંધું જોવા મળી રહ્યું છે. નિર્દયી સાવકી માંનો માસુમ બાળક પર અત્યાચારની ઘટના હૃદય ભાંગી નાંખે તેવી છે. માસુમ પુત્ર પર સાવકી માતાએ અમાનુષી અત્યાચાર ઉજાર્યો હતો. જેનો હાલ હૈયું કંપાવી નાખતી ઘટનાનો ઓડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

રોજગારી માટે ભરૂચથી લુણાવાડા એક પરિવાર આવ્યું હતું. પરિવારમાં એક બાળક અને માતાપિતા છે. પિતા હોટેલમાં નોકરી પર જતાં રહેતા ત્યારે સાવકી માતા પુત્ર પર અમાનુષી જુલમ ગુજરાતી હતી. બાલવાડીમાં ભણતા માસુમ બાળકને સાવકી માં દરરોજ ડામ આપતી હતી. એટલું જ નહીં, સાવકી માં બાળકને ડિસમિસથી માર મારતી હતી. પરંતુ બાળક બાલવાડી એ જતા શિક્ષકને શંકા જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. શિક્ષકે બાળકના શરીરે ડામ અને મારના નિશાન જોતા ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. આ ઘટના બાદ સમાજમાં અત્યાચારી માં વિરુદ્ધ ભડકી રોષ અને ફિટકારની લાગણી વરસી રહી છે.

આ ઘટનામાં હૈયું કંપાવી નાખતી ઘટના ફોટો સોશીયલ મીડિયામાં વાયરલ થતા ફોટો જોઈને કંપારી છૂટી જાય તેવી છે, તો બાળકના શું હાલ થયા હશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ ઘટનામાં મહીસાગર જિલ્લા બાળ સુરક્ષા વિભાગના અધિકારીએ તપાસ શરૂ કરી છે. લુણાવાડા પોલીસને યોગ્ય તપાસ કરી કસૂરવાર ઉપર ફરિયાદ કરવા જાણ કરી છે.

સાવકી માતા રોજ આપતી ડામ
મુસ્લિમ વિસ્તારમાં રહેતા અને બાલવાડીમાં ભણતા ત્રણ વર્ષના માસૂમ બાળકના કોમળ શરીર પર નિશાન ઉપસી આવ્યા હતા. ઠેર ઠેર શરીર પર લાલ ચાઠા જોવા મળતા હતા. માસૂમ બાળક પર થયેલો અત્યાચારના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. જેથી સ્થાનીક લોકો દ્વારા જવાબદાર તંત્રને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી.

જુવેનાઈલ કાયદા મુજબ કાર્યવાહી થશે
સમગ્ર ઘટનાની વધુ તપાસ કરવામાં આવશે અને ત્યારપછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. બાળકને જો શારીરિક માનસિક ત્રાસ બાબતે જુવેનાઇલ જસ્ટિસ અંતર્ગતની કલમ 75 મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. બાળકને ખૂબ જ માર માર્યો છે એવા ફોટોસ અને વીડિયો જે આવી રહ્યા છે. એ એના આધારે તો બાળકને તાત્કાલિક અમે અમારા ચાઈલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજૂ કરી અને અમારી ચિલ્ડ્રન હોમમાં બાળકને અમારા હસ્તક રાખીશું અને ત્યાર પછી સાવકી માતા અને પિતા ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ફરી આવું કૃત્ય નહીં કરુંઃ માતા
સાવકી માં ફરી આવું કૃત્ય નહિ કરે અને પોતાની ભૂલ થઇ ગઇ તેમ સમાજને જણાવ્યું હતું અને જેનો વીડિયો પણ વાયરલ થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના ખુબ જ ગંભીર છે તેવો પરિવારને અંદાજ આવી જતા સમગ્ર પરિવાર ઘર છોડીને બહાર જતો રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news