રોંગ સાઈડથી આવી રહેલી ટ્રકે ભોગ લીધો પાંચ લોકોનો પણ થયો એક ચમત્કાર
કચ્છ જિલ્લામાં થયેલા આ અકસ્માતમાં છ લોકો કારમાં પ્રવાસ કરી રહ્યા હતા
Trending Photos
ભૂજ : હાલમાં કચ્છ જિલ્લામાં એક હૃદયને હચમચાવી દેતો અકસ્માત થયો છે. અહીં ખોડાઈ ગામ નજીક રોંગ સાઇડમાં માતેલા સાંઢની જેમ આવી રહેલ બેકાબૂ ટ્રક અને બોલેરો કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. જોકે આ અકસ્માતમાં બોલેરો કારમાં સવાર તમામ લોકો મૃત્યુ પામ્યા છે પણ 11 વર્ષની બાળકીનો ચમત્કારીક બચાવ થયો છે. આ તમામ મૃતકો એક જ પરિવારના સભ્યો હતા. બોલેરોમાં કુલ છ લોકો સવાર હતા, જેમાંથી પાંચ લોકોએ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે કચ્છ જિલ્લાના જ ખેડોલ ગામનો એક પરિવાર અંજારથી ખેડોલ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે બોલેરો ગાડીનો ભુક્કો બોલી ગયો હતો.
આ અકસ્માત પછી લોકોની બુમાબુમ અને વાહનો અથડાવાનો ધડાકો સાંભળી આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા, અને લોકોને બહાર કાઢવાની કામગીરી શરુ કરી હતી.પોલીસ અને 108ની ટીમને પણ તાત્કાલિક ઘટના સ્થળે બોલાવી લેવામાં આવ્યા હતા. જોકે, અકસ્માતમાં ઘાયલ પાંચ લોકોના મોત થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે