મંગળનાં હૃદયને વાંચવાની તૈયારીમાં નાસા: આ અઠવાડીયે શરૂ કરશે મિશન
ભૂકંપ અને જમીનની તપાસ ઉપરાંત ઉષ્માનાં ઉપયોગ સહિતનાં મહત્વનાં પાસાઓ પર અભ્યાસ કરવામાં આવશે
Trending Photos
લોસ એન્જલસ : મંગળની અંત: સંરચનાનાં અભ્યાસ માટે નાસાનું પહેલુ મિશન આ અઠવાડીયે ઉડવાનું છે. અમેરિકી અંતરિક્ષ એજન્સીએ આ માહિતી આપી હતી. ભૂકંપીય તપાસ, જમીનને માપવાનાં શાસ્ત્ર અને ઉષ્માની આવક જાવક (ઇનસાઇટ)નો ઉપયોગ કરતા ઇન્ટીરિયર એક્પ્લોરેશન અમેરિકાનાં વેસ્ટ કોસ્ટથી જનારૂ પહેલું ગ્રહીય મીશન છે. અમેરિકાનાં મોટા ભાગનાં આંતરગ્રહીય મીશન ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટર (KSC) ખાતેથી જ રવાના થાય છે, જે દેશનાં ઇસ્ટ કોસ્ટ ખાતે આવેલ છે.
આ ગહન અંતરિક્ષમાં ક્યુબસેટ ટેક્નોલોજીનું પહેલું પરિક્ષણ થશે. આ એવી ડિઝાઇન છે જે ભવિષ્યનાં મિશનો માટે નવી સંરચના અને નૌવહન ક્ષમતાઓને પરખવા તથા ઇનસાઇટ સંચારને નવી ઉંચાઇએ લઇ જઇ શકે છે. ઇનસાઇટને સવારે પાંચ વાગ્યે (ભારતીય સમયાનુસાર સાંજે 4.35) ખાતે કેલિફોર્નિયામાં બાંડેનબર્ગ વાયુસૈનિક મથકનાં સ્પેસ લોન્ચ કોમ્પલેક્સ -3થી યૂનાઇટેડ લોન્ચ એલાઇન્સ એટલસ પાંચ રોકેટથી છોડવામાં આવશે. તે મંગળની ગહન અંત:સંરચનાનો અભ્યાસ કરશે કે કઇ રીતે પૃથ્વી અને તેનાં ચંદ્રમા સહિત તમામ પથ્થરીય ગૃહ બન્યા.
જિમ બ્રેડેનસ્ટીન નાસાનાં 13માં પ્રશાસક બન્યા
અગાઉ 23 એપ્રીલે અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસે જિમ બ્રિડેનસ્ટીનને અંતરિક્ષ એજન્સી નાસાનાં 13માં પ્રશાસક તરીકે શપથ ગ્રહણ કરાવ્યા હતા. ઓકલાહોમથી રિપલ્બિકન પ્રતિનિધિ બ્રિડેનસ્ટીને નાસામાં પોતાની નવી ભુમિકા માટે સોમવારે પ્રતિનિધિ સભામાંથી રાજીનામું આપ્યું હતું. નાસાનાં પ્રશાસક નિયુક્ત કરવામાં આવ્યા હોય તેવા તે પહેલા રાજનેતા છે. બ્રિડેનસ્ટીને સોમવારે કહ્યું કે, નાસા અમેરિકાની સર્વશ્રેષ્ઠ પ્રસ્તુતી કરે છે. અમે નેતૃત્વ કરીએ છીએ, અમે પ્રેરિત કરીએ છીએ, અમે શોધીએ છીએ અને અમે માર્ગદર્શન કરીએ છીએ. વોશિંગ્ટન ખાતે ઉપરાષ્ટ્રપતિ પેંસેએ બ્રિડેનસ્ટીને શપથગ્રહણ કરાવ્યા હતા.
શપથગ્રહણ દરમિયાન પેંસેએ કહ્યું કે, અમેરિકાનાં રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે હાજર રહેવું મારા માટે ગર્વની વાત છે. જિમ બ્રિડેનસ્ટીનનાં શપથ લેતાની સાથે જ અંતરિક્ષ કાર્યક્રમને એક નવુ નેતૃત્વ મળશે. શપથગ્રહણ દરમિયાન પેંસે અને બ્રિડેનસ્ટીને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્રમાં રહેલા નાસાનાં અંતરિક્ષ યાત્રી સ્કોટ ટિંગલ, ડ્રિયૂ ફ્યૂસ્ટેલ અને રિકી અર્નોલ્ડ સાથે વાતચીત કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે