રાજકોટ: સાવ મામૂલી વાત માટે છરીના ઘા ઝીંકી ભરવાડ યુવકની હત્યા કરાઈ
ગુજરાતના રાજકોટમાં સાવ મામૂલી વાત માટે એક ભરવાડ યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.
Trending Photos
સત્યમ હંસોરા/રાજકોટ: ગુજરાતના રાજકોટમાં સાવ મામૂલી વાત માટે એક ભરવાડ યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ ઉપરાંત હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ પણ કરાયું હતું. ફાયરિંગ અને હત્યાના બનાવથી શહેરમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ રાજકોટના કોઠારિયા રોડ પર ઢોલર ચોકડી પાસે જાહેરમાં 3 રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની પણ આશંકા છે. કહેવાય છે કે ઘાસચારા જેવી મામૂલી બાબતે બે જૂથ વચ્ચે તકરાર થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન જેસિંગ મેરા ભરવાડ નામની વ્યક્તિની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવાઈ.
આ ઘટનામાં એક યુવાન ઈજાગ્રસ્ત પણ થયો છે જેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. ઘટના બાદ રાજકોટ પોલીસે તપાસ હાથ ધરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે