આયોજન બદ્ધ બનેલા ગાંધીનગરમાં આડેધડ ગેરકાયદેસર બાંધકામ બન્યું માથાનો દુખાવો

વેપારીઓના કહેવા પ્રમાણે ડિઝાઇન વિનાનું બાંધકામ કરતાં વેપાર ધંધા પડી ભાગ્યા છે. શોપીગ સેન્ટરની આગળ દિવાલ ચણાવાથી ટ્રાફીકની સમસ્યા વધશે વેપારીઓ આર્થીક રીતે ભાગી પડશે. વેપારીઓ દુકાનનો ટેક્સ ભરીને વેપાર કરે છે. 

આયોજન બદ્ધ બનેલા ગાંધીનગરમાં આડેધડ ગેરકાયદેસર બાંધકામ બન્યું માથાનો દુખાવો

હિતલ પારેખ, ગાંધીનગર: ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી અગાઉ ઝી ચોવીસ કલાકની ટીમે ગાંધીનગરની જનતાનો મત જાણવાનો પ્રયાસ કર્યો સ્થાનિકો નળ ગટર અને રસ્તાની સમસ્યાથી તો પરેશાન છે. સાથે જ પાટનગરના વેપારીઓ પણ અનેક સમસ્યાઓથી પીડાઇ રહ્યા છે. વોર્ડ નંબર 5ના રહિશો અને વેપારીઓના કહેવા પ્રમાણે શહેરમાં આડેધડ ગેરકાયદે બાંધકામ થયુ હોવાનો કારણે ઘણી વાર કટોકટીના સમયમાં ફાયરના વાહનો કે એમબ્યુલન્સ પિડિતના વ્યક્તિ સુધી પહોચી શકતી નથી. 

વેપારીઓના કહેવા પ્રમાણે ડિઝાઇન વિનાનું બાંધકામ કરતાં વેપાર ધંધા પડી ભાગ્યા છે. શોપીગ સેન્ટરની આગળ દિવાલ ચણાવાથી ટ્રાફીકની સમસ્યા વધશે વેપારીઓ આર્થીક રીતે ભાગી પડશે. વેપારીઓ દુકાનનો ટેક્સ ભરીને વેપાર કરે છે તો મનપાના સત્તાધીશોની રહેમનજર હેઠળ ફુટપાથ પર ટેક્સ વિના લોકો ધંધા વ્યવસાય કરે છે. 

ટેક્સના પ્રમાણે સુખાકારી મળતી નથી ડીઝાઇન વિનાના બાંધકામ થી શહેરમાં બેકારી વધશે. આર્થીક મંદીથી વેપારીની સ્થિતિ ખરાબ છે. એવામાં શોપીંગની સામે મોટી દિવાલ બનવાથી પડતા પર પાટુ મારવા જેવો ઘાટ સર્જાશે. શહેરમાં દિવસે દિવસે  

ટ્રાફીકની સમસ્યા વકરી રહી છે કોરોના કાળમાં ચુંટણી ન હોવાનું લોકો માની રહ્યા છે. કેમ કે જો ચુંટણી થશે તો કોરોના વધારે ફેલાશે પંચદેવ વોર્ડમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સૌથી વિકટ છે જો વેપારીઓ સરકારને સપોર્ટ કરે છે તો સરકારે પણ વેપારીઓને સપોર્ટ કરવો જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news