ઘરે કોઈ નથી, આવી જા, ગર્લફ્રેન્ડે કોલ કરીને કહ્યું બોયફ્રેન્ડને, પછી...

Bihar: જ્યારે યુવકને પ્રેમિકાના ભાઈ અને પિતા મારતા હતા ત્યારે તેની ગર્લફ્રેન્ડ બંનેની સામે ભીખ માંગતી રહી. તે યુવકને છોડી દેવાની વિનંતી કરતી રહી, પરંતુ પિતા અને ભાઈ બંને શાંત ના પડ્યા. 

ઘરે કોઈ નથી, આવી જા, ગર્લફ્રેન્ડે કોલ કરીને કહ્યું બોયફ્રેન્ડને, પછી...

Girlfriend Boyfriend: બિહારમાં 10મા ધોરણનો એક વિદ્યાર્થી તેની ગર્લફ્રેન્ડના કોલ પર તેના ઘરે પહોંચ્યો તો ત્યાં તેની સાથે કંઈક એવું થયું જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. બંને એક જ ક્લાસમાં ભણતા, જ્યાં બંને મળ્યા અને પછી પ્રેમ થયો.

એક રાત્રે આવ્યો ફોન
બંને ક્લાસ પછી ગુપ્ત રીતે મળતા હતા અને પ્રેમભરીની વાતો કરતા હતા. એક દિવસ યુવતીએ બોયફ્રેન્ડને ફોન કર્યો કે ઘરે કોઈ નથી, તે આવ. બોયફ્રેન્ડ કઈ પણ વિચાર્યા વગર ગર્લફ્રેન્ડના ઘરે પહોંચી ગયો. તે ખુબ ખુશ હતો. પણ જ્યારે તે ઘરે પહોંચ્યો તો તેનો સામનો પ્રેમિકાના પિતા અન ભાઈ સાથે થયો.

પ્રેમિકા સામે મર્ડર
યુવતીના પિતા અને ભાઈએ પહેલા યુવકને પકડ્યો અને માર માર્યો. તેને એટલો માર મારવામાં આવ્યો કે મરી ગયો. પછી, મૃતદેહને રાત્રે થોડા કલાકો સુધી ઘરમાં રાખ્યો. પછી બંનેએ મૃતદેહને ગંગામાં લઈ જઈને ફેંકી દીધો.

કગરતી રહી પ્રેમિકા
જ્યારે યુવકને પ્રેમિકાના ભાઈ અને પિતા મારતા હતા ત્યારે તેની ગર્લફ્રેન્ડ બંનેની સામે ભીખ માંગતી રહી. તે યુવકને છોડી દેવાની વિનંતી કરતી રહી, પરંતુ પિતા અને ભાઈ બંને શાંત ના પડ્યા. 

પોલીસે દબોચ્યો
બીજી તરફ, યુવક ઘરે ના પહોંચતા પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. જે પછી પોલીસ મોબાઈલ લોકેશનના આધારે ગર્લફ્રેન્ડના ઘર સુધી પહોંચી અને પછી હત્યા કેસનો ખુલાસો કર્યો. આ કેસમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news