રાજકોટમાં સ્વનિર્ભર શાળાઓમાં હવે માસ્ક ફરજિયાત, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે કર્યો નિર્ણય

રાજકોટમાં સ્વનિર્ભર શાળાઓને લઈને કોરોનાને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજકોટ સ્વનિર્ભર શાળાઓમાં હવેથી માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આ નિર્ણય કર્યો છે.

રાજકોટમાં સ્વનિર્ભર શાળાઓમાં હવે માસ્ક ફરજિયાત, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે કર્યો નિર્ણય

રાજકોટ: ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે. જ્યારે બીજી બાજુ ગુજરાતમાં પણ કોરોનાનાં કેસોમાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે ત્યારે કોરોનાને વકરતો અટકાવવા તંત્ર દ્વારા એડવાઇઝરી આપવામાં આવી રહી છે કોરોનાના વધતાં કેસને પગલે રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે. ત્યારે રાજકોટમાં સ્વનિર્ભર શાળાઓને લઈને કોરોનાને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજકોટ સ્વનિર્ભર શાળાઓમાં હવેથી માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આ નિર્ણય કર્યો છે.

રાજકોટ શાળા સંચાલક મંડળ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે રાજકોટમાં સ્વનિર્ભર શાળાઓમાં હવે માસ્ક ફરજિયાત કરાશે. એટલું જ નહીં જે પણ બાળકોને તાવ કે શરદી જેવા કોરોનાના સંબંધિત લક્ષણો હોય તો શાળાએ ન મૂકવા વાલીઓને અપીલ કરી છે. હવે વિદ્યાર્થીઓ શાળામાં ફરજિયાત માસ્ક પહેરીને જ આવવા સૂચન કરવામાં આવશે.

મહત્વનું છે કે છેલ્લા એક વર્ષથી કોરોનાના કેસ ઘટતા નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે ફરી કોરોનાની નવી લહેરના ભણકારા વાગી રહ્યાં હોવાથી આગમચેના ભાગરૂપે નિયમો ફરી લાગુ થઈ રહ્યાં છે અને તેનું કડક અમલીકરણ કરાવવા પણ આદેશ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મોટા ભાગના શહેરોની હોસ્પિટલમાં બેડ-ઓકિસજન સહિતની વ્યવસ્થા ઉભી કરાઇ રહી છે. તેવામાં કોરોના સામે આગમચેતીના ભાગરૂપે રાજકોટની સ્વનિર્ભર શાળાઓમાં હવે માસ્ક ફરજિયાત કરવા નિર્ણય કરાયો છે.

Trending news