અમદાવાદ : કોલેજના છેલ્લા વર્ષમાં ભણનારાઓને 12 હજારથી 20 હજાર સુધીની નોકરી કરવાની તક!
હાલમાં ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોમાં બીકોમ, બીએ, બીએસસી, બીસીએના આખરી વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મેગા જોબ ફેરનું આયોજન કરાયું છે.
Trending Photos
અતુલ તિવારી, અમદાવાદ : હાલમાં ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોમાં બીકોમ, બીએ, બીએસસી, બીસીએના આખરી વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મેગા જોબ ફેરનું આયોજન કરાયું છે. આ જોબ ફેરનું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે બે દિવસ યોજાશે. આ જોબ ફેરમાં 62 થી વધુ કંપની દ્વારા 5800થી વધુ નોકરી ઓફર કરાશે.
ગુજરાત યુનિવર્સિટીની જુદી જુદી શાખાઓમાં અભ્યાસ કરતા 4500 જેટલા વિદ્યાર્થીએ ઈન્ટરવ્યૂમાં ભાગ લેવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય અને જોબ ફેર પર સીધા પહોંચનાર વિદ્યાર્થીઓ ઈન્ટરવ્યુ આપી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. વિદ્યાર્થીઓને બેન્કિંગ, ઓટો મોબાઇલ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ સહિતના વિભાગોમાં ઝાયડસ કેડિલા, હેલ્થ કેર, ઇન્ટાસ, આઈસીઆઈસીઆઈ, ટેક મહિન્દ્રા જેવી કંપનીઓ દ્વારા જોબ ઓફર કરાશે.
વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યૂ લઈને મેડિકલ રિપ્રેઝન્ટેટિવ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ક્વોલિટી કન્ટ્રોલ સહિતના પદો માટે પસંદગી કરાશે. વિદ્યાર્થી ઈચ્છે તો એકથી વધુ કંપનીમાં પણ ઈન્ટરવ્યૂ આપી શકશે. પસંદગી પામનાર ઉમેદવારને સ્થળ પર જ એપોઇન્ટમેન્ટ લેટર અપાશે. પસંદગી પામનાર વિદ્યાર્થીઓએ અંતિમ વર્ષનું પરિણામ મેળવી લે ત્યારબાદ જુન - જુલાઈ મહિનાથી જોબમાં જોડાવાનું રહેશે. મહત્વનું છે કે ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 12 હજારથી લઈને 20 હજાર સુધીની નોકરી મેળવવા માટેની તક અપાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે