સંસદમાં રાહુલ ગાંધી પર PM મોદીનો કટાક્ષ- ટ્યૂબલાઇટની સાથે આમ જ થાય છે..
દિલ્હી ચૂંટણીમાં આપેલા રાહુલ ગાંધીના નિવેદનનો જવાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સંસદથી આપ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાએ મને ડંડા મારવાની જાહેરાત કરી દીધી છે સારૂ છે કે હવે મને પણ મારી પીઠ મજબૂત કરવા માટે છ મહિનાનો સમય લાગશે.
Trending Photos
નવી દિલ્હીઃ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર લાવવામાં આવેલા ધન્યવાદ પ્રસ્તાવ પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી આમને-સામને આવી ગયા હતા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં રાહુલ ગાંધી પર એક-એક કરીને પ્રહાર કર્યાં હતા. સાથે તેમના થોડા દિવસ પહેલાના ડંડાવાળા નિવેદન પર કટાક્ષ કર્યો હતો. ત્યાં સુધી કે પીએમ મોદીએ નામ લીધા વગર રાહુલ ગાંધીને ટ્યૂબલાઇટ ગણાવી દીધા હતા.
મજબૂત કરી લઈશ મારી પીઠ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીના નિવેદન પર ટકાક્ષ કરતા કહ્યું, 'મેં કાલે કોંગ્રેસના એક નેતાનું ઘોષણાપત્ર સાંભળ્યું, તેમણે જાહેરાત કરી કે 6 મહિનામાં મોદીને ડંડા મારશું, તે વાત ચાસી છે કે આ કામ મુશ્કેલ છે અને તૈયારી માટે પણ છોડો સમય લાગે છે. પરંતુ મેં પણ 6 મહિનામાં નક્કી કર્યું કે, રોજ સૂર્ય નમસ્કારની સંખ્યા વધારી દઈશ જેથી અત્યાર સુધી આશરે 20 વર્ષથી એવી ગાળો સાંભળી રહ્યો છું કે, મને ખુદને ગાળો પ્રૂફ બનાવી દીધો છે. તેથી છ મહિનામાં એવા સૂર્ય નમસ્કાર કરીશ કે મારી પીઠને પણ દરેક ડંડા સહન કરવાની તાકાત બનાવી લઈશ.' તેમણે કહ્યું કે, હું આભારી છું કે પહેલા જાહેરાત કરી દેવામાં આવી છે તો મને છ મહિના કસરત વધારવાનો સમય મળશે.
પીએમ મોદીના આ નિવેદન બાદ રાહુલ ગાંધીએ પણ પોતાની સીટ પરથી ઉભા થઈને કોઈ ટિપ્પણી કરી જેના જવાબમાં ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પર ટકાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, હું છેલ્લી 40 મિનિટથી બોલી રહ્યો હતો પરંતુ કટંર પહોંચતા-પહોંચતા આટલી વાર લાગી. પીએમ મોદીએ કહ્યું કે, ઘણી ટ્યૂબલાઇટનું આમ જ હોય છે. ત્યારબાદ રાહુલ ગાંધી પણ પોતાની સીટ પરથી કંઇક બોલતા જોવા મળ્યા હતા.
CAA મુદ્દે PM મોદીએ કહ્યું, કોંગ્રેસ માટે જે મુસ્લિમ, તે અમારા માટે હિંદુસ્તાની
શું હતું રાહુલ ગાંધીનું નિવેદન?
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીના હૌજ રાનીમાં એક જનસભાને સંબોધિત કરતા બુધવારે કહ્યું હતું કે, 'આ જો નરેન્દ્ર મોદી ભાષણ આવી રહ્યાં છે, 6 મહિના બાદ તે ઘરની બહાર નિકળી શકશે નહીં. હિન્દુસ્તાનના યુવા તેમને ડંડા મારશે, તેમને સમજાવી દેશે કે હિન્દુસ્તાનના યુવાને રોજગાર આપ્યા વિના આ દેશ આગળ ન વધી શકે.'
રાહુલના આ નિવેદનની ભાજપે આક્રમક રીતે ટાકી કરી હતી. ત્યારબાદ ગુરૂવારે વડાપ્રધાન મોદીએ ખુદ લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પોતાના સંબોધનમાં તેનો જવાબ આપ્યો છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે