શું તમારે લોન જોઈએ છે? ગુજરાતમાં આ સ્થળે પોલીસે 19 વ્યક્તિઓને 20 લાખ જેટલી લોન અપાવી

વ્યાજખોરોના ત્રાસથી લોકો પરેશાન ના થાય અને સીધા બેંક પાસેથી લોન મળી રહે તે માટે મહેસાણા પોલીસે બેંક સાથે મળીને લોકોને પોલીસ દ્વારા લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. 

શું તમારે લોન જોઈએ છે? ગુજરાતમાં આ સ્થળે પોલીસે 19 વ્યક્તિઓને 20 લાખ જેટલી લોન અપાવી

તેજસ દવે/મહેસાણા: મહેસાણા જિલ્લામાં વ્યાજખોરો નો ત્રાસ રોકવા અત્યાર સુધી 7 જેટલી ફરિયાદો કરી ને વ્યાજખોરો ને જેલ ભેગા કરી દેવાયા છે. ત્યારે વ્યાજખોરોના ત્રાસથી લોકો પરેશાન ના થાય અને સીધા બેંક પાસેથી લોન મળી રહે તે માટે મહેસાણા પોલીસે બેંક સાથે મળીને લોકોને પોલીસ દ્વારા લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. 

જેના થકી લોકોને વ્યાજખોરોના ત્રાસથી મુક્તિ અપાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેમ્પમાં 19 જેટલા વ્યક્તિઓ ને સ્થળ પર 20 લાખ જેટલી લોન અપાઈ હતી. તો અત્યાર સુધી જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ રોકવા ફરિયાદો કરાઈ છે. જેમાં જિલ્લા માં 7 ફરિયાદો નોંધી 14 વ્યાજખોરોની ધરપકડ કરાઈ છે. 

તો અમુક અરજીઓમાં રૂબરૂ બોલાવી સેટલ મેન્ટ કરી કોરા ચેક પણ પરત અપાવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news