મહેસાણા 2 લાખની ચોરી, માલિકે CCTV વાયરલ થયા બાદ 21 દિવસે ફરિયાદ નોંધાવી

21 દિવસ પહેલા એક ઇકોગાડીમાંથી બે લાખ રૂપિયા ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાઇ હતી. જો કે સમગ્ર ઘટનાના સીસીટીવી હવે સામે આવ્યા છે. જેમાં એક બાળક ઇકો ગાડીમાંથી નાણાની ઉઠાંતરી તતરકતો જોઇ શકાય છે. આ અંગેના સીસીટીવી સામે આવ્યા બાદ 21 દિવસ બાદ ભોગ બનનારા વ્યક્તિએ મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. 

Updated By: May 25, 2021, 11:25 PM IST
મહેસાણા 2 લાખની ચોરી, માલિકે CCTV વાયરલ થયા બાદ 21 દિવસે ફરિયાદ નોંધાવી

મહેસાણા: 21 દિવસ પહેલા એક ઇકોગાડીમાંથી બે લાખ રૂપિયા ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાઇ હતી. જો કે સમગ્ર ઘટનાના સીસીટીવી હવે સામે આવ્યા છે. જેમાં એક બાળક ઇકો ગાડીમાંથી નાણાની ઉઠાંતરી તતરકતો જોઇ શકાય છે. આ અંગેના સીસીટીવી સામે આવ્યા બાદ 21 દિવસ બાદ ભોગ બનનારા વ્યક્તિએ મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. 

મહેસાણાં આજથી 21 દિવસ પહેલા માલગોડાઉન રોડ પર પાર્ક કરેલી મારૂતિ ઇકો કારમાંથી રોકડ ભરેલી બેગની ચોરીની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં આજે 21 દિવસ બાદ વેપારીના સીસીટીવી વીડિયો મળી આવતા ફરિયાદ નોંધાઇ છે. જો કે ચોરીની ઘટના નજીકનાં સીસીટીવીમાં કેદ થઇ જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યારે વીડિયોના આધારે આ અંગે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. 

નોંધનીય છે કે, મહેસાણાના વેપારી દિપક હિરવાણી ગત્ત ત્રણ મેના રોજ સવારે ઘરેથી બેગમાં રૂપિયા 2 લાખ રોકડા લઇને બેંકમાં જમા કરાવવા માટે નિકળ્યા હતા. જો કે બેંક ખુલી નહી હોવાનાં કારણે તેઓ આગળનો દરવાજો લોક કર્યા વગર જ એક દુકાન ખાતે ખરીદી કરવા માટે ગયા હતા. દરમિયાન 10 જ મિનિટમાં એક ટેણીયો નાણા લઇને ફરાર થઇ ગયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube