જૂનાગઢના લાખો લીટર પાણીનો વેડફાટ, જોઇને કોઇને પણ ખીજ ચડે પણ આ નિંભર અધિકારીઓ તો...
Trending Photos
જૂનાગઢ : ભેસાણ તાલુકાના પાટલા ગામ પાસે બલિયાવડ પાસે પાણી ના મોટા ફિલ્ટર મા હજારો લીટર પાણી વેડફાયું હતું. જૂનાગઢના ભેસાણ પાસે પાટલા ગામ નજીક ગુજરાત પાણી પુરવઠાનો બલિયાવડ હેડ વર્કશનો એમ. એલ. ડી. ફિલ્ટર પ્લાનમાંથી આજે રાતથી સવારના 11 વાગ્યા સુધીમાં હજારો લીટર પાણી વેડફાયું હતું. જૂનાગઢ ભેસાણ હાઇવે રોડ ઉપર પાણી ફરી વળ્યાં હતા. જેમાં તંત્ર અને પાણી વિતરણની ખાનગી એજન્સીની ઘોર બેદરકારી જોવા મળી હતી.
હાલ ઉનાળાની જોરદાર શરૂઆત થઈ ગઈ છે અને આજુ બાજુના ગામોમાં ચાર પાંચ દિવસે પાણી મળે છે. તો બીજી તરફ વહીવટી તંત્રની બેદરકારીના કારણે જનતા હાલાકી ભોગવી રહી છે. રાહદારીઓમા મોટી નારાજગી જોવા મળી હતી. મીડિયા દ્વારા જયારે સવારે મુલાકાત લેવામાં આવી ત્યારે કોઈ અધિકારી કે કોઈ કર્મચારી જોવા મળ્યા નહોતા. માત્ર એક મહિલા કર્મચારી હતા. જેને પૂછતાં તેને એવો જવાબ આપ્યો કે મને કાઈ ખબર નથી. હું તો સુપર વાઈઝર છું મારા ઉપલા અધિકારીને આ અંગે ખબર હોઇ શકે.
જયારે પાણી પુરવઠા બોર્ડના અધિકારી હિતેશ શ્રીમાળી સાથે ટેલીફોનીક ચર્ચા કરતા તેમણે જણાવ્યું કે, હું હમણાં એજન્સી સાથે વાત કરું છું અને કાયદેસરની કાર્યવાહી પણ કરૂ છું. જો કે સવારના 11 વાગ્યા સુધી કોઈ સ્થળ પર કોઈ આવ્યું ન હતું. રાહદારીઓમાં નારાજગી જોવા મળી હતી. નાગરિકોની માંગ હતી કે, જવાબદાર કર્મચારી પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. પાણીના સંપની નર્મદાની મુખ્ય પાઇપ લાઈન ભેસાણથી વંથલીના સાંતલપુરના હેડ પંપ સાથે જોડાયેલી છે. જેના હેઠળ જૂનાગઢના 25 ગામ અને વંથલીના 13 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. હજારો લીટર પાણી વેડફયુ તેનું શું અને જવાબદાર કર્મચારી સામે પગલા કેમ ન લેવાવા જોઇએ. જો કે અધિકારી કોઇ કામગીરી કરે છે કે નહી તે જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે