હવે કોનો ભરોસો કરવો! સુરતની સિટી બસમાં 3 કંડક્ટર્સે તરુણીની છેડતી કરી

Surat News : સુરત શહેરમાં ફરતી BRTS બસમાં મુસાફરી કરતી તરુણીઓ હવે સુરક્ષિત નથી.સિટી બસના 3 કંડક્ટરોએ બસમાં 17 વર્ષની તરૂણીની છેડતી કરી અને તેને આંખ મારી ‘સરસ સ્માઈલ છે સ્ટેશન જઈને મજા કરીએ’ એવી કોમેન્ટ પણ કરી

હવે કોનો ભરોસો કરવો! સુરતની સિટી બસમાં 3 કંડક્ટર્સે તરુણીની છેડતી કરી

સુરત :ગુજરાતમાં હવે બહેન-દીકરીઓ સલામત નથી રહી. રોજેરોજ એવા કિસ્સા સામે આવી રહ્યાં છે જ્યાં બહેન-દીકરીઓની સુરક્ષા પર સવાલ થાય. ગુજરાતમાં હવે એવા દિવસો આવ્યા છે કે ઘરમાંથી બહેન-દીકરી નીકળે તો માતાપિતાને તેનું ટેન્શન થાય. સુરતમાં એક શરમજનક ઘટના બની છે. સ્માર્ટ સિટી સુરતની સિટી બસ હવે મહિલાઓ માટે સુરક્ષિત નથી રહી. સિટી બસના 3 કંડક્ટરોએ બસમાં 17 વર્ષની તરૂણીની છેડતી કરી છે. ગભરાયેલી તરૂણીએ માતાને કોલ કરતા તેઓ દિલ્હીગેટ પાસે આવી ગયા હતા. માતાએ કંટ્રોલ રૂમમાં 100 નંબર જાણ કરતા મહિધરપુરા પોલીસ ત્યાં આવી પહોંચી હતી. ત્યારબાદ ત્રણેય કંડક્ટર્સને પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા. પોલીસે શાહરૂખ ફારૂક શેખ, જયદીપ કીમજી પરમાર અને સમીર નાસીર રમઝાનશા નામના કંડક્ટર્સની ધરપકડ કરી છે. 

સુરત શહેરમાં ફરતી BRTS બસમાં મુસાફરી કરતી તરુણીઓ હવે સુરક્ષિત નથી. બન્યું એમ હતું કે, 20 ઓગસ્ટના રોજ મહિધરાપુરાની 17 વર્ષની તરુણી પોતાની બહેનપણી સાથે ડુમસ રોડ ગોવર્ધન નાથજીની હવેલી પાસેથી સિટી બસમાં બેસીની પરત ફરી રહી હતી. બસમાં ભીડ વધારે હતી, તેથી તરુણી અને બહેનપણી ઉભા રહ્યા હતા. આ સમયે તરુણીના પાછળના ભાગેથી એક સ્પર્શ થયો હતો. ત્યારે તેને પહેલા તો એવુ લાગ્યું કે ભીડમાં કદાચ ભૂલથી હાથ લાગી ગયો હશે. 

તરુણ બસમા ઉભી હતી ત્યાં ત્રણ યુવકો ઉભા હતા. તેમાંથી બે મિત્રોએ તરુણીને આંખ મારી હતી. એક યુવકે તરુણી સામે કોમેન્ટ કરી હતી કે, સ્માઈલ સરસ છે, સ્ટેશન જઈને મજા કરીએ. આ ઘટના બની ત્યારે તરુણીનો ફોન તેની માતા સાથે ચાલુ હતો, તેથી તેણે ગભરાયેલી હાલતમાં માતાને ફોન પર અમિષા ચાર રસ્તા પર આવી જવા કહ્યું હતું. સગીરાએ અમીષા ચાર રસ્તા પાસે ઉતરવું હોય છતાં બદમાશોએ બૂમો પાડી બસને સ્ટેશને જ ઊભી રાખવાની વાત કરી હતી. સગીરાએ બસના ચાલકે કહેવા છતાં ઊભી ન રાખી હતી. 

આવામાં સગીરાની માતા ત્યાં આવી ચઢી હતી. સગીરાની માતા આડી ઊભી રહી બસ રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ડ્રાઈવરે બસ ઉભી રાખી ન હતી. આખરે માતાએ મોપેડ પર લઈ સ્ટેશન પાસેના સર્કલ પર બસ ઊભી રખાવી હતી. આ વિશે તરૂણીએ કંડક્ટરને ફરિયાદ કરી તો તેણે કહ્યું કે, તારે શું કરવું છે.

આખરે આ મામલો પોલીસ સ્ટેશનમાં મામલો પહોંચ્યો હતો. જેના બાદ તપાસ કરતા ત્રણેય યુવકો બીઆરટીએસ બસના કંડક્ટર નીકળ્યા હતા. જેમાં પોલીસે તરુણી અને તેની માતાના ફરિયાદના આધારે શાહરૂખ ફારૂક શેખ, જયદીપ કીમજી પરમાર અને સમીર નાસીર રમઝાનશાની સામે છેડતીનો ગુનો નોંધી અટકાયત કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news