પ્રજાની ''મહત્વકાંક્ષા'' પુર્ણ નહી થતા BJP ધારાસભ્ય કેતન ઇનામદારે ધર્યું રાજીનામું

સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે. કેતન ઇનામદાર દ્વારા Zee 24 kalak સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમનાં વિકાસનાં કામો નહી થતા હોવાનાં કારણે તેમણે રાજીનામું આપ્યું હતું. સરકારી તંત્ર અને વહીવટી તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓ ઉપર સુધી રજુઆતો કરવા છતા પણ તેમનાં વિસ્તારમાં વિકાસ કાર્યો નહોતા થતા. આ ઉપરાંત તેમણે વહીવટ તંત્ર સામે પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો. 

પ્રજાની ''મહત્વકાંક્ષા'' પુર્ણ નહી થતા BJP ધારાસભ્ય કેતન ઇનામદારે ધર્યું રાજીનામું

રવિ અગ્રવાલ/અમદાવાદ : સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે. કેતન ઇનામદાર દ્વારા Zee 24 kalak સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમનાં વિકાસનાં કામો નહી થતા હોવાનાં કારણે તેમણે રાજીનામું આપ્યું હતું. સરકારી તંત્ર અને વહીવટી તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓ ઉપર સુધી રજુઆતો કરવા છતા પણ તેમનાં વિસ્તારમાં વિકાસ કાર્યો નહોતા થતા. આ ઉપરાંત તેમણે વહીવટ તંત્ર સામે પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો. 

કેતન ઇનામદારે પોતાની અવગણના થઇ રહી હોવાની હૈયાવરાળ સાથે ઇમેઇલ મારફતે પોતાનું રાજીનામું પક્ષ અને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મોકલી આપ્યું છે. કેતન ઇનામદાર ઘણા સમયથી પક્ષ સામે અસંતોષ વ્યક્ત કરી ચુક્યા છે. સાંસદ રંજના બેન ભટ્ટ દ્વારા અગાઉ અનેક વખત તેમનાં મનામણા કરવામાં આવ્યા હતા. જો કે આખરે અસંતોષ અને અવગણનાને કારણે તેમણે રાજીનામું આપી દીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, બે ટર્મથી ધારાસભ્ય કેતનભાઇ અગાઉ પણ પોતાની અવગણના થઇ રહી હોવાની રજુઆત પક્ષ અને સાંસદો સહિતનાં અનેક લોકો સમક્ષ કરી ચુક્યા છે. 

અમદાવાદ: શાહ આલમહિંસા મુદ્દે શહેઝાદ ખાનને માત્ર 5 કલાકનાં શરતી જામીન

(કેતન ઇનામદારનો પક્ષને પત્ર)
કેતન ઇનામદારે પોતે લખેલા પત્રમાં વસવસો વ્યક્ત કરતા જણાવ્યું કે, હું જે જનતાનો પ્રતિનિધિ છું તેનાં જ કામો નથી થઇ રહ્યા. મારી વારંવાર રજુઆતો કરવામાં આવી હોવા છતા પણ તેમની અવગણના થઇ રહી હોવાનું તેમણે રટણ કર્યું હતું. આ ઉપરાંત અધિકારીઓ પણ તેમની અવગણનાં કરતા હોવાનો વસવસો ઠાલવ્યો હતો. હાલ તો તેમનાં રાજીનામાને પગલે સમગ્ર ભાજપ અને ગુજરાતનું રાજકારણ ગરમાઇ ચુક્યું છે. તેમને મનાવવા માટે ભાજપનાં ઉચ્ચ કક્ષાનાં નેતાઓને તેમનાં સાવલી ખાતેનાં નિવાસ સ્થાને દોડાવવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news