અમેરિકાએ સીપીઈસીની ટીકા કરી, પાકને આપી ચીનની જાળમાં ફસાવાની ચેતવણી

વેલ્સે પોતાની ચાર દિવસીય પાકિસ્તાન યાત્રા દરમિયાન અહીં એક કાર્યક્રમમાં કહ્યું કે, વિશ્વ બેન્ક દ્વારા પ્રતિબંધિત કંપનીઓને સીપીઈસીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. 

અમેરિકાએ સીપીઈસીની ટીકા કરી, પાકને આપી ચીનની જાળમાં ફસાવાની ચેતવણી

ઇસ્લામાબાદઃ વરિષ્ય અમેરિકી રાજદ્વારિ એલિસ વેલ્સે એકવાર ફરી 60 અબજ ડોલરના ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC)ની આલોચના કરી અને કહ્યું કે, આ પરિયોજનામાં પારદર્શિતા નથી. તેનાથી આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન પર દેવાનો બોજ વધી જશે. 

વેલ્સે પોતાની ચાર દિવસીય પાકિસ્તાન યાત્રા દરમિયાન અહીં એક કાર્યક્રમમાં કહ્યું કે, વિશ્વ બેન્ક દ્વારા પ્રતિબંધિત કંપનીઓને સીપીઈસીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. વેલ્સ દક્ષિણ અને મધ્ય એશિયાના મામલાના ઉપ વિદેશ મંત્રી છે. સીપીઈસી રોડ, રેલવે અને ઉર્જા પરિયોજનાનું એક આયોજિત નેટવર્ક નેટવર્ક છે, જે ચીનના સંસાધન સંપન્ન શિનજિયાંગ ઉઇગુર સ્વતંત્ર ક્ષેત્રને અરબ સાગર પર પાકિસ્તાનના વ્યૂહાત્મક ગ્વાદર બંદર સાથે જોડે છે. 

વેલ્સે પાછલા વર્ષે નવેમ્બરમાં પાકિસ્તાનને કહ્યું હતું કે, તે સીપીઈસી પર ચીનને 'આકરા સવાલ' કર્યાં કારણ કે તેનાથી તેની અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ શકે છે. ડોનના રિપોર્ટ પ્રમાણે વેલ્સે કહ્યું કે, સીપીઈસીમાં પારદર્શિતા નથી અને ચીનના ધિરાણથી પાકિસ્તાન પર દેવુ વધી રહ્યું છે. તેમણે પાકિસ્તાનને આ પરિયોજના પર વિચાર કરવાનું કહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news