Viral Video : આ વીડિયો જોઈ શરમથી લાલચોળ થઈ જશે ગુજરાતીઓ, ગાંધીના ગુજરાતમાં દારૂ લેવા પડાપડી

Rajkot News : રાજકોટના શહેરના યાજ્ઞિક રોડ પર કોઈનો દારૂ ભરેલો થેલો પડી જતાં લોકોએ કરી પડાપડી... દારૂ લેવા માટે લોકોએ કરેલી પડાપડીનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ... સમગ્ર ઘટનાથી રાજકોટ પોલીસ અજાણ...

Viral Video : આ વીડિયો જોઈ શરમથી લાલચોળ થઈ જશે ગુજરાતીઓ, ગાંધીના ગુજરાતમાં દારૂ લેવા પડાપડી

Rajkot News દિવ્યેશ જોશી/રાજકોટ : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, છતાં રાજકોટમાં એવા દ્રશ્યો જોવા મળ્યાં જે જોઈને વિચારમાં મૂકાઈ જવાય. રાજકોટમાં એક બિનવારસી થેલો મળી આવ્યો, જેમાં દારૂ મળ્યો હતો. ત્યારે થેલામાં દારૂ દેખાતા જ રાજકોટવાસીઓએ દારૂ લેવા માટે પડાપડી કરી હતી. લોકોને રીતસરની દારૂની લૂંટ મચાવી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવતા અનેક સવાલો થાય છે કે, ડ્રાય સ્ટેટ ગુજરાતમાં લોકોને દારૂ પીવામાં કેટલો રસ છે. ચૂંટણી પત્યાના બીજા દિવસે રાજકોટના યાજ્ઞિક રોડ પર દારૂ ભરેલી બેગ મળી આવતા અનેક સવાલો પેદા થયા છે. 

રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ સ્વામીનારાયણના પૂતળા પાસે આજે સવારના 9 વાગ્યાની આસપાસ દારૂ ભરેલો થેલો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. દારૂ ભરેલા થેલામાંથી દારૂ લેવા માટે લોકોની પડાપડી થઈ હતી. દારૂ લેવા માટેની પડાપડીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો છે. હજુ સુધી આ સમગ્ર ઘટનાથી રાજકોટ પોલીસ અજાણ છે. ત્યારે આ દારુ ભરેલો થેલો કોનો છે અને કેવી રીતે યજ્ઞિક રોડ પર પડી ગયો હતો. કે પછી ઇરાદાપૂર્વક થેલો રોડ પર મૂકવામાં આવ્યો હતો કે સહિતના પ્રશ્નો ચર્ચાનું જોર પકડ્યું છે. રાજકોટમાં દિન પ્રતિદિન મારામારી લૂંટફાટના બનાવો બનતા હોય છે, ત્યારે દારૂ ભરેલા થેલાનો વીડિયો વાયરલ થતાં પોલીસની પેટ્રોલિંગ કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે. આ બનાવમાં રાજકોટ પોલીસ શું પગલાં ભરશે તે જોવાનું રહેશે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) December 9, 2022

તો બીજી તરફ, જંગલનો રાજા સિંહ વેરાવળના સીમાડે પહોંચી ગયો હતો. ગતરાત્રિના સિંહ શહેરના સીમાડે આવેલ રેયોન જકાતનાકાની પાછળ સ્કુટર પાર્કીંગમાં આંટાફેરા કરતા જોવા મળ્યો હતો. વન વિભાગને સિંહ આવ્યાની જાણ થતાં સ્ટાફ સ્થળ ઉપર દોડી ગયો હતો. વનકર્મીઓએ સિંહને સલામત રીતે હટાવીને જંગલ તરફ લઈ ગયા હતા. ત્યારે સિંહ શહેરના સીમાડે આવ્યાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. ઘણા સમયથી વેરાવળના ડારી વિસ્તારમાં સિંહ પરિવારનો વસવાટ જોવા મળી રહ્યો છે. જેથી સ્થાનિક લોકોમાં ડર વ્યાપી ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news