સુરત : મુસાફરના સ્વાંગમાં રીક્ષામાં મોબાઈલ ચોરી કરનારી ગેંગ પકડાઈ

રિક્ષામા મુસાફરના સ્વાંગમા ફરી મોબાઇલ ચોરી (Mobile Chori) ની ઘટનાને અંજામ આપનારી ગેંગને સુરતની કતારગામ પોલીસે ઝડપી પાડી હતી. જેઓની પાસેથી પોલીસે 21 મોબાઇલ, રીક્ષા સહિત દોઢ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાલ પોલીસે બે ગુનાઓ ઉકેલી કાઢવામા સફળતા મેળવી છે. રિમાન્ડ દરમિયાન ડઝનેક ચોરીના ગુનાઓ (Crime) ઉકેલાશે તેવી આશા સુરત પોલીસ (Surat Police) ને જાગી છે. 

Updated By: Nov 18, 2019, 03:07 PM IST
સુરત : મુસાફરના સ્વાંગમાં રીક્ષામાં મોબાઈલ ચોરી કરનારી ગેંગ પકડાઈ

ચેતન પટેલ/સુરત :રિક્ષામા મુસાફરના સ્વાંગમા ફરી મોબાઇલ ચોરી (Mobile Chori) ની ઘટનાને અંજામ આપનારી ગેંગને સુરતની કતારગામ પોલીસે ઝડપી પાડી હતી. જેઓની પાસેથી પોલીસે 21 મોબાઇલ, રીક્ષા સહિત દોઢ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાલ પોલીસે બે ગુનાઓ ઉકેલી કાઢવામા સફળતા મેળવી છે. રિમાન્ડ દરમિયાન ડઝનેક ચોરીના ગુનાઓ (Crime) ઉકેલાશે તેવી આશા સુરત પોલીસ (Surat Police) ને જાગી છે. 

Video : નિત્યાનંદના શરણમાં છુપાયેલી નિત્યનંદિતાએ માતાના આડા સંબંધો વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો

સુરતના કતારગામ પોલીસને બાતમી મળી હતી કે, રિક્ષામા મુસાફરનો સ્વાંગ રચી મોબાઇલ ચોરીની ઘટનાને અંજામ આપનારી ગેંગ હાલ કતારગામ વિસ્તારમા ફરી રહી છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રિક્ષામા સવાર સાત લોકોની અટકાયત કરી હતી. પોલીસ તપાસ દરમિયાન તેઓની પાસેથી 21 જેટલા મોબાઇલ મળી આવ્યા હતા. જે અંગે પૂછપરછ કરતા તેઓએ ઉડાવ જવાબ આપ્યો હતો. જેથી પોલીસે તમામ લોકોની કડક પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે આ મોબાઇલ ચોરીથી તેઓઓ મેળવ્યા છે. 

નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી નિત્યનંદિતા આખરે મીડિયા સામે આવી, માતાપિતાને ગણાવ્યા જુઠ્ઠા

પોલીસ પૂછપરછમા તેઓએ પોતાના નામ રફીક ઉર્ફે બાંગો, અનવર શેખ, અલ્લારખા, વિકિ થોરાટ, રાહુલ આહિરે તથા ફૈયાઝ શા જણાવ્યું હતું. આ ગેંગ રેલ્વે સ્ટેશન અને કતારગામ વિસ્તારમા ફરતી હોય છે. શરુઆતમા તેઓ રિક્ષામા ત્રણ સાગરિતો બેઠા જ હોય છે. બાદમા એકલ દોકલ મુસાફરને તેઓની વચ્ચે બેસાડી દે છે. બાદમા તેની નજર ચૂકવીને મોબાઇલની ચોરી કરી અધ વચ્ચે ઉતરી જતા હોય છે. મોબાઇલ ચોરી ગેંગ પૈકી રફીક અગાઉ પોલીસના હાથે ઝડપાય ચૂક્યો છે. તેમજ એક સરથાણા પોલીસ મથકનો ગુનો ઉકેલવામા પોલીસને સફળતા મેળવી છે. હાલ પોલીસે તમામને કોર્ટમા રજુ કરી રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ પૂછપરછમા ડઝનેત મોબાઇલ ચોરીના ગુના ઉકેલાશે તેવી શક્યતા વ્યકત કરવામા આવી છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube