કોરોનામાં આર્થિક ભીંસમાં મૂકાતા અનોખો પ્રયોગ, તૈયાર કર્યું હરતું ફરતું ટેક્સી સલૂન

વૈશ્વિક મહામારી કોરોનાથી આમ જનતાની હાલત કફોડી બની છે. ગત વર્ષે અને ચાલુ વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન કોરોનાની બે લહેર આવતાં અનેક લોકોની જિંદગી બદલાઇ ગઇ છે અને ઘણા લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે

કોરોનામાં આર્થિક ભીંસમાં મૂકાતા અનોખો પ્રયોગ, તૈયાર કર્યું હરતું ફરતું ટેક્સી સલૂન

રાજેન્દ્ર ઠક્કર/ ભુજ: વૈશ્વિક મહામારી કોરોનાથી આમ જનતાની હાલત કફોડી બની છે. ગત વર્ષે અને ચાલુ વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન કોરોનાની બે લહેર આવતાં અનેક લોકોની જિંદગી બદલાઇ ગઇ છે અને ઘણા લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે મૂળ બનાસકાંઠાના દિયોદર ગામના 5 વાળંદ છેલ્લાં 5 વર્ષથી ભુજમાં વાળંદનો ધંધો કરી રહ્યા છે પરંતુ કોરોનાની મહામારી દરમિયાન દુકાનો બંધ રહેતા તે દરમિયાન દુકાનના ભાડા ભરવાની મુશ્કેલી ઊભી થઈ હતી જેથી ધંધો બંધ રહેતા આર્થિક ભીંસમાં મૂકાયા હતા અને હાલમાં તેઓએ એક અનોખો પ્રયોગ કરીને ચાલતું ફરતું ટેક્સી સલૂન તૈયાર કર્યું છે.

કચ્છમાં હાલ સ્થાયી થયેલા મૂળ બનાસકાંઠાના દિયોદરના 5 વાળંદ નાઇ અમિચંદ, નાઇ નવીન, નાઇ મહેશ, નાઇ જગદીશ અને નાઇ મિતેશ નામના યુવાનો છેલ્લા 15-20 વર્ષથી સલૂનના ધંધા સાથે સંકળાયેલા છે અને છેલ્લા 5 વર્ષથી ભુજના હોસ્પિટલ રોડ પર કેશ કતનાલય કરી રહ્યા છે. પરંતુ હાલ છેલ્લાં દોઢેક વર્ષથી કોરોનાકાળ દરમિયાન ધંધો બંધ રહેતાં આર્થિક ભીંસમાં મુકાયા હતા ઉપરાંત દુકાનનું 15,000 થી 20,000 ભાડું પણ ચૂકવવું પડતું હતું જેથી ખૂબ મુશ્કેલી સર્જાતી હતી.

આ દરમિયાન અમિચંદભાઈને એક વિચાર આવ્યો કે જો હરતું ફરતું સલૂન હોય તો દુકાનના ભાડું ચૂકવવાનો પ્રશ્ન ઊભો ના થાય માટે ગામના મિસ્ત્રી રમેશભાઈ પાસેથી 2,70,000 ના ખર્ચે tata કંપનીની છોટા હાથી વાહનમાં સલૂન તૈયાર કરવામાં આવ્યું અને શહેરના આઇયા નગર અને અન્ય  વિસ્તારમાં શહેરીજનો માટે આ હરતું ફરતું સલૂન શરૂ કરવામાં આવ્યું છે.

ભુજ અને ગ્રામ્ય વિસ્તારના લોકો આખો દિવસ આ સેવાનો લાભ લઇ શકશે આમ, આ નાઇ ભાઈઓ દ્વારા કોરોનાની મહામારી સામે હાર ન માનીને હરતું ફરતું ટેક્સી સલૂન બનાવવામાં આવ્યું અને આત્મનિર્ભર બનીને એક પ્રેરણારૂપ કિસ્સો સામે આવ્યો છે.

હરતું ફરતું સલૂનના નાઇ અમિચંદભાઈએ Zee મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે કોરોનોકાળમાં સલૂનનો ધંધો ના હોતા અને દુકાનનું 15-20 હજાર ભાડું ચૂકવવું પડતું હોવાથી સૌ આર્થિક મુશ્કેલીમાં મુકાયા હતાં અને આ દરમિયાન વિચાર આવ્યો હતો કે જો હરતું ફરતું ટેક્સી સલૂન બનાવવામાં આવે તો ભાડાં અંગેનો કોઈ પ્રશ્ન ઊભી થશે નહીં અને આવી રીતે 2.70 લાખના ખર્ચે આ સલૂન બનાવવામાં આવ્યું છે. વર્ષો અગાઉ આપણા વડવા પાસે નાઈ ઘેર આવતા અને બાલ દાઢી બનાવતા ત્યારે આવા મોંઘાડાટ ભાડા ભર્યા કરતા આ એવી જ ફેસિલિટી સાથેનું કેશ કતનાલય સારું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news