કોવૈક્સીનને 4-6 સપ્તાહમાં મળી જશે ઉપયોગની મંજૂરી, WHO એ આપી મહત્વની જાણકારી

વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને (Soumya Swaminathan) જણાવ્યું કે કોવૈક્સીનના ઉપયોગ માટે મંજૂરી આગામી 4-6 સપ્તાહમાં આપવામાં આવશે. 

કોવૈક્સીનને 4-6 સપ્તાહમાં મળી જશે ઉપયોગની મંજૂરી, WHO એ આપી મહત્વની જાણકારી

નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન  (World Health Organization, WHO) જલદી ભારત બાયોટેકની કોવિડ-19 વેક્સિન કોવૈક્સીન (Covaxin) માટે ઇમરજન્સી મંજૂરી પર મહત્વનો નિર્ણય લેશે. વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને (Soumya Swaminathan) જણાવ્યું કે કોવૈક્સીનના ઉપયોગ માટે મંજૂરી આગામી 4-6 સપ્તાહમાં આપવામાં આવશે. 

CSE દ્વારા શુક્રવારે આયોજીત વેબિનારમાં સ્વામીનાથને કહ્યુ કે, ભારત બાયોટેક હવે પોર્ટલ પર વેક્સિનનો સંપૂર્ણ ડેટા અપલોડ કરી રહ્યું છે જેની તપાસ કરી WHO કોવૈક્સીનની સમીક્ષા કરી રહ્યું છે. WHO ના દિશાનિર્દેશો પ્રમાણે EUL પ્રક્રિયા હેઠળ નવા કે લાયસન્સ વગરના ઉત્પાદકોને ઉપયોગની મંજૂરી આપવામાં આવે છે જેથી સ્વાસ્થ્યને લઈને ઊભી થયેલી ઇમરજન્સી પરિસ્થિતિઓમાં તેનો ઉપયોગ કરી શકાય. 

સ્વામીનાથનને જણાવ્યું EUL માટે એક પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે અને વેક્સિનની મંજૂરી પ્રાપ્ત કરવા માટે કંપનીએ ત્રણ તબક્કાની ટ્રાયલના ડેટા રજૂ કરવાના હોય છે, જેની તપાસ WHO અંતર્ગત નિષ્ણાંતો દ્વારા કરવામાં આવે છે અને મંજૂરી આપવામાં આવે છે. હાલમાં WHO તરફથી કોરોના વેક્સિન ફાઇઝર/બાયોએનટેક, એસ્ટ્રાઝેનેકા-એસકે બાયો/સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા, એસ્ટ્રાઝેનેકા એયૂ, જાનસ્સેન, મોડર્ના અને સિનોફાર્મને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. 

WHOના વૈજ્ઞાનિકે તે પણ જણાવ્યું કે, કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ ખુબ સંક્રામક છે. તેમણે કહ્યું- વેક્સિનના બે ડોઝ ડેલ્ટા વેરિએન્ટથી બચાવ માટે જરૂરી છે પરંતુ તેમ છતાં તમે સંક્રમિત થઈ શકો અને તેને ફેલાવી શકો છો. તેથી માસ્ક અને અન્ય પ્રોટોકોલનું પાલન કરવું પડશે. તેમણે તે કંપનીઓનો પણ ઉલ્લેખ કર્યો જે વેક્સિનના બે ડોઝ બાદ બૂસ્ટર ડોઝની જરૂરીયાત પર ભાર આપી રહી છે. તેમણે કહ્યું કે, હાલ બૂસ્ટર ડોઝની જરૂર નથી. વેક્સિનેશન અભિયાનને સંતોષકારક ગણાવતા તેમણે કહ્યું- વેક્સિન લેનારામાં 8, 10 કે 12 મહિના સુધી ઇમ્યૂન રિસ્પોન્સ યથાવત જોવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news