જેતપુરમાં પીવાના પાણીના મુદ્દે આત્મવિલોપનની ચીમકી, પોલીસે કરી શખ્સની અટકાયત
જેતપુરમાં પીવાના પાણીની સમસ્યા અને પાઈપ લાઈનને લઇને એક શખ્સે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આ મામલે તાલુકા પંચાયત કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
Trending Photos
નરેશ ભાલિયા/ જેતપુર: જેતપુરમાં પીવાના પાણીની સમસ્યા અને પાઈપ લાઈનને લઇને એક શખ્સે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આ મામલે તાલુકા પંચાયત કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જો કે, આત્મવિલોપન કરે તે પહેલાં પોલીસે શખ્સની અટકાયત કરી છે.
જેતપુરના પેઢલા ગામના ભૂપત ગોહેલ નામના શખ્સે તાલુકા પંચાયત કચેરી ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પીવાના પાણીની સમસ્યા અને પાઈપ લાઈનને લઇ ભૂપત ગોહેલે આત્મવિલોપનની ચીમકી આપી હતી. તાલુકા પંચાયતના કેટલાક વિસ્તારોમાં ગંદા પાણીની સમસ્યાઓ જોવા મળી રહી છે. ત્યારે આ મામલે સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાયરલ કર્યો હતો.
છેલ્લા 12 વર્ષથી પાણીની લાઈન નાખવામાં આવેલી છે જે તૂટી ગઈ છે જેથી પીવાના પાણીની સમસ્યાઓ સર્જાઈ રહી છે. ભૂપત ગોહેલ નામના શખ્સે પઢેલા ગામમાં તૂટેલી પાઈપ લાઈન નવી નહીં નાખે તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેને પગલે તાલુકા પંચાયત કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
જો કે, તાલુકા પંચાયત કચેરી ખાતે ભૂપત ગોહેલ આત્મવિલોપન કરે તે પહેલા જ સ્થાનિક પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે