Modasa Gujarat Chutani Result 2022: અરવલ્લીના મોડાસામાં ભાજપનો વિજય, 34788 મતોની લીડથી જીત
Modasa Gujarat Chunav Result 2022: મોડાસા વિધાનસભા બેઠક છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના હાથમાં છે જ્યારે એ અગાઉની ચાર ટર્મ સુધી ભાજપનો સતત વિજય થયો હતો. આ વિધાનસભા મતક્ષેત્રમાં મોડાસા અને ધનસુરા વિસ્તાર સૌથી મોટા છે. જ્યાં ઠાકોર સમાજની વસતી વધુ હોવાનું જાણવા મળે છે. ઠાકોર સમાજની વસતી વધુ હોવાથી મોડાસા વિધાનસભા બેઠક પર મોટાભાગે ઠાકોર સમાજના ઉમેદવારોની જ પસંદગી થાય છે.
Trending Photos
Modasa Gujarat Chutani Result 2022: મોડાસા વિધાનસભા બેઠક પર મતદારોની સંખ્યામાં આ વખતે 25,000થી વધુ વધારો થયો છે. અરવલ્લી જિલ્લાના આ મતક્ષેત્રમાં કુલ 2.70 લાખ જેટલા મતદારો છે. આ મતદારોમાં 1.37 લાખ પુરુષો અને 1.32 લાખ સ્ત્રી મતદારો છે, તેમજ 18 અન્ય કેટેગરીના છે. આ વિધાનસભા બેઠકમાં કુલ 177 ગામોનો સમાવેશ થાય છે.
અરવલ્લી: મોડાસા ભાજપાના ઉમેદવાર ભીખુસિંહ પરમારની 34788 મતોની લીડથી જીત
મોડાસા બેઠક પર ભાજપનો ભવ્ય વિજય
ઉમેદવાર ભીખુસિંહ પરમારની જીત
કોંગ્રેસ પાસેથી ભાજપે બેઠક આંચકી
છેલ્લી બે ટર્મથી ધારાસભ્ય રહેલા રાજેન્દ્રસિંહ ઠાકોરની હાર
મોડાસામાં ભાજપ વિજય તરફ
સતત ૨૧માં રાઉન્ડના અંતે લીડ યથાવત
ભીખુસિંહ પરમાર ૨૫,૭૬૪ મતથી આગળ
મોડાસામાં ભાજપ વિજય તરફ
સતત ૨૦માં રાઉન્ડમાં લીડ યથાવત
ભીખુસિંહ પરમાર ૨૩,૭૦૦ મતથી આગળ
માત્ર ૪ રાઉન્ડ ગણતરી બાકી
મોડાસામાં ૧૮ રાઉન્ડના અંતે ભાજપ ૧૯૬૯૬ મતથી આગળ
મોડાસામાં ભાજપ ૧૫માં રાઉંડમાં ૧૨૧૪૭ મતથી આગળ
ભાજપની લીડ ઘટી
મોડાસા શહેરમાં ૪ હજાર મત ભાજપને ઓછા મળ્યા
મોડાસામાં ૧૧ રાઉન્ડના અંતે ભાજપ ૧૯૪૪૨ મતે આગળ
ભિલોડામાં ૧૦ માં રાઉન્ડમાં આપ પાર્ટી ૩૪૪૬ મતથી આગળ
મોડાસામાં આઠમા રાઉન્ડમાં ભાજપ ૧૩૮૯૮ મતથી આગળ
મોડાસામાં ભાજપ વિજય તરફ
સતત ૨૦માં રાઉન્ડમાં લીડ યથાવત
ભીખુસિંહ પરમાર ૨૩,૭૦૦ મતથી આગળ
માત્ર ૪ રાઉન્ડ ગણતરી બાકી
મોડાસામાં ૧૮ રાઉન્ડના અંતે ભાજપ ૧૯૬૯૬ મતથી આગળ
મોડાસા વિધાનસભા બેઠક (અરવલ્લી)
મોડાસા સીટના અનેક વિસ્તારમાં હજુ પણ લોકો વિકાસ ઝંખી રહ્યા છે. અરવલ્લી જિલ્લાને અલગ જાહેર કરવામાં આવ્યો તેને 9 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો છે. તેમ છતાં આ વિસ્તારમાં એક સિવિલ હોસ્પિટલની માગણી પૂરી કરવામાં આવી નથી.
2022ની ચૂંટણી
મોડાસા વિધાનસભા બેઠક માટે ઉમેદવાર તરીકે ભાજપે ભીખુભાઈ પરમાર, કોંગ્રેસે રાજેન્દ્રસિંહ ઠાકોર જ્યારે આમ આદમી પાર્ટીએ રાજેન્દ્રસિંહ પરમારની મેદાને ઉતાર્યા છે.
2017ની ચૂંટણી
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીના પરિણામ દિલચશ્પ રહ્યા હતા. તે ચૂંટણીમાં કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોરને 83 હજાર 411 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ભીખુસિંહજીને 81 હજાર 771 મત મળ્યા હતા.
2012ની ચૂંટણી
વર્ષ 2012માં ભાજપે તે સમયના ધારાસભ્ય દિલીપસિંહ પરમારને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોરનો વિજય થયો હતો. તે ચૂંટણીમાં રાજેન્દ્રસિંહને 88879 મત મળ્યા હતા. જ્યારે દિલીપસિંહને 66021 મત મળ્યા હતા. આમ 2012ની ચૂંટણીમાં રાજેન્દ્રસિંહ 22858ની સરસાઈથી જીત્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે