Bayad Gujarat Chutani Result 2022: કોંગ્રેસે પોતાનો ગઢ ગુમાવ્યો, બાયડમાં ધવલસિંહ ઝાલાની જીત

Bayad Gujarat Vidhan Sabha Chunav Result 2022: આ બેઠક પર કોંગ્રેસનુ વર્ચસ્વ રહ્યું છે. 1998થી 2012 સુધી બાયડનો રાજકીય ઈતિહાસ રોચક છે. કેમ કે અહીં એક ટર્મ ભાજપના ધારાસભ્ય હતા, તો એક ટર્મમાં કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા હતા. અત્યાર સુધી આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી માત્ર 3 વખત જીત મેળવી શકી છે

Bayad Gujarat Chutani Result 2022: કોંગ્રેસે પોતાનો ગઢ ગુમાવ્યો, બાયડમાં ધવલસિંહ ઝાલાની જીત

Bayad Gujarat Chutani Result 2022: બાયડ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાનું મુખ્ય મથક છે. બાયડ અરવલ્લી જિલ્લાનું સૌથી વિક્સીત નગર ગણાય છે. આ સાથે જ બાયડ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 32 નંબરની બેઠક છે. બાયડની વિધાનસભા બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે.

અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક પર ધવલસિંહનો જલવો
ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ન આપતા ધવલસિંહ ઝાલાએ બળવો કર્યો હતો. તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી ભારતીય જનતા પાર્ટીને પડકાર ફેંક્યો હતો. ધવલસિંહ ઝાલાને ભાજપે સસ્પેન્ડ પણ કરી દીધા હતા. પરંતુ હવે ચૂંટણી પરિણામ સામે આવ્યું તેમાં ધવલસિંહ ઝાલાની શાનદાર જીત થઈ છે. ધવલસિંહ ઝાલા 6100 મતે જીત્યા છે. જીત બાદ ધવલસિંહે કહ્યુ કે, આ વિજય મારા મતદારાનો છે. 5 વર્ષ પ્રજા વચ્ચે રહ્યો તેનું ફળ મને મળ્યું છે. આ બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક હતી, જેમાં તેણે હારનો સામનો કરવો પડ્યો છે. અહીં કોંગ્રેસ ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર વાઘેલાની હાર થઈ છે. 

બાયડ વિધાનસભા બેઠક (અરવલ્લી)
અરવલ્લીની બાયડ બેઠકે રાજકીય રીતે અનેક ઉતાર-ચઢાવ જોયા છે. બાયડ હંમેશાથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ધવલસિંહ ઝાલાએ પક્ષ બદલતા લોકોએ પેટાચૂંટણીમાં તેમને જાકારો આપ્યો અને અહીં ફરીથી કોંગ્રેસ છવાયું. ત્યારે 2022ની ચૂંટણીમાં બાયડની જનતા કોને સાથ આપશે અને કોને જાકારો આપશે તે જોવાનુ રહેશે.

2022ની ચૂંટણી
બાયડ બેઠક પર ભાજપમાંથી ભીખીબેન પરમાર,તો કોંગ્રેસે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે.AAPમાંથી ચુન્નીભાઈ પટેલ મેદાને છે.તો ધવલસિંહ ઝાલાને ભાજપે ટિકીટ ના આપતા અપક્ષ ચૂંટણી લડશે.

2017ની ચૂંટણી
2017ની તો અહીં 2017ની ચૂંટણીમાં ધવલસિંહ ઝાલા કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા. પરંતુ બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ જતા પેટાચૂંટણી યોજાઈ હતી. 2019માં બાયડ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ધવલસિંહ ઝાલાએ ભાજપમાંથી ઉમેદવારી કરી હતી અને કોંગ્રેસે જશુભાઈ પટેલને ટિકિટ આપી હતી. જોકે ધવલસિંહ ઝાલાને પ્રજાએ જાકારો આપ્યો હતો અને જશુભાઈનો વિજય થયો હતો.

2012ની ચૂંટણી
2012માં આ બેઠક પરથી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news