ગરવા ગિરનારની ગોદમાં મોરારી બાપુ ગરબે ઘૂમ્યા, ક્યારે પણ નહી જોયો હોય આવો વીડિયો

મોરારી બાપુની માનસ જગદંબા રામકથાનો પ્રારંભ ગિરનાર પર્વત પર ચાલી રહી છે. રામકથાના ત્રીજા દિવસે બાપુએ રામકથા દરમિયાન રાસ ગરબા લઇને માતાજીની આરાધના કરી હતી. છેલ છબીલો ગુજરાતી, ધૂણી રે ધખાવી અમે તારા નામની, ઓચીંતી આંગણીમાં આવી સહિતનાં અનેક ગીતો પર ગરબા રમ્યા હતા. બાપુએ જણાવ્યું હતું કે, આપણીલોકગીત એવા છે કોઇ પણ નૃત્ય કરવા માટે મજબુર થઇ જાય.

 ગરવા ગિરનારની ગોદમાં મોરારી બાપુ ગરબે ઘૂમ્યા, ક્યારે પણ નહી જોયો હોય આવો વીડિયો

જૂનાગઢ : મોરારી બાપુની માનસ જગદંબા રામકથાનો પ્રારંભ ગિરનાર પર્વત પર ચાલી રહી છે. રામકથાના ત્રીજા દિવસે બાપુએ રામકથા દરમિયાન રાસ ગરબા લઇને માતાજીની આરાધના કરી હતી. છેલ છબીલો ગુજરાતી, ધૂણી રે ધખાવી અમે તારા નામની, ઓચીંતી આંગણીમાં આવી સહિતનાં અનેક ગીતો પર ગરબા રમ્યા હતા. બાપુએ જણાવ્યું હતું કે, આપણીલોકગીત એવા છે કોઇ પણ નૃત્ય કરવા માટે મજબુર થઇ જાય.

— Zee 24 Kalak (@Zee24Kalak) October 20, 2020

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતનું ગૌરવ ગણાતા ગરવા ગિરનારની ગોદમાં આવેલા કમંડલ કુંડ પર નવરાત્રી નિમિતે મોરારિબાપુની રામકથા માનસ જગદંબાનું આયોજન થયું છે. ત્યારે આ કથાના પ્રારંભે જ મોરારી બાપુ ગરબે ઘુમવા લાગ્યા હતા. આ પ્રસંગે બાપુએ જણાવ્યું કે જો માતાની કૃપા હોય તો જ આ જગ્યામાં કથા ગાવા મળે.જો કે હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news