Bihar Election 2020: ઔરંગાબાદમાં સભા દરમિયાન તેજસ્વી યાદવ પર એક યુવકે ફેંક્યું ચપ્પલ, જુઓ VIDEO

બિહારમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરવા પહોંચેલા તેજસ્વી યાદવ પર મંચની નીચેથી એક દિવ્યાંગ યુવકે ચપ્પલ ફેંક્યુ હતું. એક ચપ્પલ તેમની પાછળ પડ્યું, જ્યારે બીજું ચપ્પલ તેમના હાથમાં લાગીને ખોળામાં પડ્યું. 

Bihar Election 2020: ઔરંગાબાદમાં સભા દરમિયાન તેજસ્વી યાદવ પર એક યુવકે ફેંક્યું ચપ્પલ, જુઓ VIDEO

પટનાઃ બિહાર વિધાનસભાના રણને જીતવા માટે ચૂંટણી સભાઓ જોરમાં છે. દેશના દિગ્ગજ નેતા બિહારમાં રેલીઓને સંબોધિત કરી પોત-પોતાની પાર્ટીઓને મત આપવાની અપીલ કરી રહ્યાં છે. ઔરંગાબાદમાં મંગળવારે ચૂંટણી સભાને સંબોધિત કરતા આરજેડીના વરિષ્ઠ નેતા અને લાલૂ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ પહોંચ્યા હતા. આ વચ્ચે ભીડમાં એક દિવ્યાંગ યુવકે તેમના પર ચપ્પલ ફેંક્યુ હતું. ચપ્પલ સીધુ તેમના હાથને લાગતા ખોળામાં પડ્યુ હતું. ઘટના બાદ સભામાં હંગામો મચી ગયો હતો. 

સાયકલ પર બેસેલા દિવ્યાંગ યુવકે મંચની નીચે ફેંક્યુ ચપ્પલ
જાણવા મળી રહ્યું છે કે ટુકુંબાના બભંડીહમાં મંગળવારે તેજસ્વી યાદવ ચૂંટણી સભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન નેતા વિપક્ષ તેજસ્વી યાદવ પર મંચની નીચેથી એક દિવ્યાંગ યુવકે ચપ્પલ ફેંક્યુ હતું. એક ચપ્પલ તેમની પાછળ પડ્યું, જ્યારે બીજું ચપ્પલ તેમના હાથમાં લાગીને ખોળામાં પડ્યું. ચપ્પલ ફેંકવાની ઘટના બાદ મંચમાં અફરા તફરી મચી ગઈ હતી. ચપ્પલ ફેંક્યા બાદ તે યુવક વિરોધમાં નારેબાજી કરી રહ્યો હતો. તેજસ્વીએ દિવ્યાંગને જોઈને પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને કોઈ પ્રકારનું ખરાબ વર્તન ન કરવા અપીલ કરી હતી. ઘટના બાદ તેજસ્વીએ આ દિવ્યાંગ યુવક સાથે વાત કરી હતી. ત્યારબાદ દિવ્યાંગને પોલીસ જવાનોએ સભાની બહાર કાઢી દીધો હતો. 

— ANI (@ANI) October 20, 2020

એનડીએના ઇશારા પર ફેંકવામાં આવ્યું ચપ્પલ, સુરક્ષા વધારવામાં આવી
તેજસ્વી યાદવ પર ચપ્પલ ફેંકવાની ઘટનાને આરજેડી અને કોંગ્રેસના નેતાઓએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. આ સાથે સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. મહાગઠબંધનના નેતાઓએ કહ્યુ કે, તેજસ્વી યાદવ પર આ હુમલો એનડીએ નેતાઓના ઈશારા પર થયો છે. તેમણે કહ્યું કે, એનડીએના નેતાઓની ચૂંટણી સભા માટે ભારે સુરક્ષા કરવામાં આવે છે પરંતુ મહાગઠબંધનના નેતાઓની સભામાં સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવતું નથી. પૂર્વ મંત્રી સુરેશ મેહતાએ આ ઘટના પાછળ વિરોધીઓનો હાથ હોવાની વાત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news