મોરબીનો ઝૂલતો પૂલ છે દુનિયાની અજાયબી! રાજાશાહી સમયનો ઐતિહાસિક ઝુલતા પૂલનો શું છે ઈતિહાસ?
સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા મોરબીના રાજા વાઘજી ઠાકોર દ્વારા મચ્છુ નદી પર ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો હતો. જેનું બાંધકામ વર્ષ 1877માં કરવામાં આવ્યું હતું. આ ઝૂલતો બ્રિજ આજે તૂટતા મોટી દુર્ઘટના સર્જાઈ છે.
Trending Photos
મોરબી: સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા મોરબીના રાજા વાઘજી ઠાકોર દ્વારા મચ્છુ નદી પર ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો હતો. જેનું બાંધકામ વર્ષ 1877માં કરવામાં આવ્યું હતું. આ ઝૂલતો બ્રિજ આજે તૂટતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં પુલ પરથી મચ્છુ નદીમાં પટકાયા લોકોનું રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. 500થી વધુ લોકો આ દુર્ઘટનામાં નદીમાં પટકાયા છે. તમને જણાવી દઈએ કે સમારકામના 5 દિવસ બાદ જ મોરબીનો ઝુલતો પુલ તૂટી પડ્યો છે. નવા વર્ષે જ લોકો માટે ઝુલતો પુલ ખુલ્લો મૂકાયો હતો.
મોરબી શહેરમાં 1979માં વિનાશક પૂર આવ્યું હતું, 2001માં આવેલા ભૂકંપ જેવી બે બે કુદરતી હોનારતો છતાં પુલ અડીખમ છે. ચોક્કસપણે આ હોનારતોએ પુલને નુકસાન કર્યું હતું. જોકે, તેની મૂળ રચનામાં છેડછાડ કર્યા વિના તેનું સમારકામ કરીને આજે પણ તેને લોકો માટે ખુલ્લો રાખવામાં આવે છે.
મોરબીની મચ્છુ નદી ઉપરનો શહેરની શાન સમો ઐતિહાસિક ઝુલતો પુલ ઋષિકેશનાં લક્ષ્મણ ઝુલા પછીનો ભારતનો બીજા નંબરનો પુલ છે. 120 વર્ષ જુના આ ઝુલતો પુલ આજે પણ તેની લોકચાહના અને આકર્ષણ જાળવી રાખ્યું છે. મોરબીનાં હેરીટેજ સ્થળમાં આ પુલની ગણના કરાઈ છે. સ્થાનિક ઉપરાંત પ્રવાસીઓનું મન પણ આ પુલની મુલાકાત લેવાનું ટાળી શકતા નથી. જો કે આ હેરીટેજ સ્થળની જાળવણી ખાનગી સંસ્તાને સોંપાતા નદી ઉપર હવામાં ઝુલવાની આ રોમાંચક સફર મોંઘી જરૂર થઈ છે.
મોરબીનાં મહારાજા વાઘજી ઠાકોરે આજથી 120 વર્ષ પૂર્વે 1890 ની સાલમાં મોરબીની મચ્છુ નદી ઉપર 765 ફૂટ લાંબો અને 4.6'' ફુટ પહોળો હવામાં ઝુલતો પુલ બનાવડાવ્યો હતો. જેને ઝુલતો પુલ નામ આપવામાં આવ્યું હતું. ઋષીકેશનાં લક્ષ્મણઝુલા પછી મોરબીનો ઝુલતો પુલ બીજા નંબરનાં સ્થાને આવે છે. આ પુલ બનતા ખોબા જેવડું મોરબી દેશનાં નકશામાં પણ અનોખા પુલનાં લીધે આગવું સ્થાન મેળવી શકયું હતું.
ઝૂલતો પુલ મોરબીના લોકો માટે તો ગૌરવ સમાન છે, જ પરંતુ બહારથી આવતા પ્રવાસીઓ પણ ઝુલતા પુલને જોવા અને તેના પરથી પસાર થઈને રોમાંચક આનંદ લેવા આતુર જોવા મળે છે. એમ કહી શકાય કે, અન્ય શહેર કે અન્ય રાજ્યમાંથી આવેલા પ્રવાસીઓ મોરબીના ઝુલતા પુલની મુલાકાત લીધા વિના પરત ફરતા નથી. મોરબીનો ઝૂલતો પુલ બનાવવાની પ્રેરણા રાજાને તેમના યુરોપ પ્રવાસમાંથી મળી હતી. યુરોપમાં ફરતી વેળાએ તેમને એક પુલ જોઈને મોરબીના મચ્છુ નદી પર પુલ બાંધવાનું નક્કી કર્યું હતું. મોરબીની પ્રજા માટે તેમજ દેશ અને દુનિયાના પર્યટકો માટે અજાયબી સમાન આ ઝૂલતા પુલનું નિર્માણ કરાવ્યું હતું.
મોરબી વાસીઓને રજવાડા તરફથી મળેલ આ અમુલ્ય વારસાની યોગ્ય જાળવણી માટે તેમજ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા સરકારે ૨૦૦૫ ની સાલમાં ઝુલતા પુલને હેરીટેજ સ્થળમાં સમાવી લીધો અને સાથોસાથ આ અમુલ્ય વારસાની જાળવણી માટે ખાનગી સંસ્થાને પણ પાલીકા દ્વારા સોંપી દેવાયો હતો. આ સાથે ''આના'' થી શરૃ થયેલ ઝુલતા પુલની રોમાંચક સફર આજે વધતી જતી મોંઘવારી સાથે રૃપિયા દશ એ પહોંચી ગઈ છે.
આજે પણ આશરે 200થી વધુ લોકો દરરોજ ઝુલતાપુરની સફરની મોજ માણે છે. જો કે આ સંસ્થા જોતાં મુલાકાતીઓની સંખ્યા ચોક્કસ ટી છે. જેની પાછળ ઝુલતા પુલની મોંઘી સફર જવાબદાર છે. આજે પણ ઝુલતાપુલની વચ્ચો વચ્ચ જઈ જોરજોરથી પુલને હવામાં ડોલાવવો એ મોટાભાગનાં શહેરીજનો મનની ઈચ્છા તો છે જ પણ ટીકીટનાં વધેલા ભાવ પ્રત્યે મોટા ભાગનાં લોકોનો અણગમો છે.
આ હેરીટેજ સ્થળનો યોગ્ય વિકાસ કરવા હજુ પુલની બન્ને બાજુ લાઈટીંગ વાળા રોડ, આધુનિક ટીકીટબારી, વેઈટીંગ વ્યવસ્થા, પાર્કીંગ ઝોન, સાફ - સફાઈ, સાન બોર્ડની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. સરકાર પણ આ જરૂરીયાતોથી અજાણ નથી. પરંતુ શહેરીજનો માટેની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નગરપાલિકા આવા ઐતિહાસિક અને અમુલ્ય વારસાનું યોગ્ય જતન કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે